Stuart Broad Retirement/ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્ટુઅર્ટ બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું, જુઓ વીડિયો

સ્ટુઅર્ટ બ્રોડ, જે 167 ટેસ્ટ મેચો સાથે પોતાની કારકિર્દીનો અંત કરવા જઈ રહ્યો છે, તે ટેસ્ટ ઈતિહાસમાં 600 વિકેટ લેનાર દેશબંધુ જિમી એન્ડરસન પછી માત્ર બીજો ઝડપી બોલર છે

Top Stories Sports
5 5 4 ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સ્ટુઅર્ટ બ્રોડને ગાર્ડ ઓફ ઓનર આપ્યું, જુઓ વીડિયો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની છેલ્લી મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લિશ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ માટે આ ટેસ્ટ મેચ ખૂબ જ ખાસ છે. વિશ્વના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંથી એક બ્રોડ છેલ્લી વખત ઈંગ્લેન્ડ તરફથી રમી રહ્યો છે.30 જુલાઈ ના રોજ, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ જીમી એન્ડરસન સાથે છેલ્લી વખત બેટિંગ કરવા આવી રહ્યો હતો, ત્યારે એક અદ્ભુત નજારો દેખાયો. ઓવલમાં હાજર દર્શકોએ ઊભા થઈને તેમના હીરો (બ્રૉડ)ને જોરદાર ઉત્સાહથી વધાવી લીધો., ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બ્રોડને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપીને વાતાવરણને અહલાદક બનાવી દીધું હતું.

બ્રોડે તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં અણનમ આઠ રન બનાવ્યા હતા. બ્રોડે તેની ટેસ્ટ કારકિર્દીના છેલ્લા બોલે સિક્સર ફટકારી હતી. તેણે આ સિક્સર મિચેલ સ્ટાર્કના બોલ પર ફટકારી હતી. જિમી એન્ડરસનના LBW આઉટ થતાં ઇંગ્લેન્ડનો બીજો દાવ 395 રનમાં સમેટાઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 384 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

સ્ટુઅર્ટ બ્રોડ, જે 167 ટેસ્ટ મેચો સાથે પોતાની કારકિર્દીનો અંત કરવા જઈ રહ્યો છે, તે ટેસ્ટ ઈતિહાસમાં 600 વિકેટ લેનાર દેશબંધુ જિમી એન્ડરસન પછી માત્ર બીજો ઝડપી બોલર છે. વર્તમાન એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ટ્રેવિસ હેડને આઉટ કરીને બ્રોડે આ સિદ્ધિ મેળવી હતી. એકંદરે, તે ટેસ્ટ ક્રિકેટમાં 600 કે તેથી વધુ વિકેટ લેનારો પાંચમો બોલર છે. બ્રોડ સિવાય માત્ર મુરલીધરન, શેન વોર્ન, અનિલ કુંબલે અને એન્ડરસન જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.

37 વર્ષીય બ્રોડે સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટને નિવૃત્તિ વિશે કહ્યું, ‘કાલે અથવા સોમવાર મારી ક્રિકેટની છેલ્લી મેચ હશે. તે એક અદ્ભુત પ્રવાસ રહ્યો છે. નોટિંગહામશાયર અને ઈંગ્લેન્ડ માટે રમવું મારા માટે સૌભાગ્યની વાત છે. મને આજે પણ એટલો જ પ્રેમ છે જેટલો મને પહેલા હતો. તે એક અદ્ભુત શ્રેણી છે જેનો હું એક ભાગ રહ્યો છું. હું હંમેશા ટોચ પર સમાપ્ત કરવા માંગતો હતો.

જમણા હાથના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વર્ષ 2007માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાના મામલે તે સચિન તેંડુલકર (200), જેમ્સ એન્ડરસન (183*), રિકી પોન્ટિંગ (182), સ્ટીવ વો (168) પછી છઠ્ઠા નંબર પર છે. બ્રોડે 167 ટેસ્ટમાં 602, 121 વનડેમાં 178 અને 56 T20 ઈન્ટરનેશનલમાં 65 વિકેટ લીધી છે.