Breaking News/ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગરમાં આગની ઘટના, જેબસન્સ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ, ભરુચ ફાયર બ્રિગેડના 2 ટેન્કર ઘટનાસ્થળે, 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ, સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ
Breaking News/બનાસકાંઠાના વાવમાં 45 પાકિસ્તાનીઓ પકડાયા, માવસરીના આકોલી ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા, તમામ લોકો પ્રવાસી વિઝા પર ભારતમાં આવ્યા હતા, વિઝા પુરા થયા હોવા છતાં પાકિસ્તાન પરત ફર્યા ન હતા, વધુ વિઝા માટે એપ્લાય કર્યું હોવાનું પણ સામે આવ્યું, પોલીસે તમામ 45 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરી
Breaking News/સુરતમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 2 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધું, ગંભીર હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ, પાંડેસરાની ગીતાનગર સોસાયટીમાં બની ઘટના, સિવિલના NICU વોર્ડમાં બાળકી સારવાર હેઠળ, બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું
Breaking News/ડાંગ જીલ્લામાં ભર ચોમાસે પાણી માટે વલખાં, કોતરોમાં વહેતા ઝરણામાંથી ખોબે ખોબે પાણી ભરવાની નોબત, એકતરફ સાપુતારામાં પ્રવાસીઓ માટે મોનસૂન ફેસ્ટિવલ, બીજી તરફ સ્થાનિકોને પીવાના પાણી માટે રઝળપાટ, સાપુતારાના નવાગામમાં પાણી પુરવઠાની બે યોજનાઓ, બબ્બે યોજનાઓ હોવા છતાં નથી પહોંચતું ટાંકીમાં પાણી, અનેકવાર રજૂઆતો કરી થાક્યા નવાગામના રહીશો, અઠવાડિયામાં પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી, સાપુતારા સર્કલ પર બેડ લઈ ગ્રામજનો કરશે ચક્કાજામ
Breaking News/ભાવનગરનાં વરતેજ નજીક સર્જાયો અકસ્માત, આઇશર ટ્રક ચાલકે વૃદ્ધને લીધા અડફેટે, ટ્રક અડફેટે વૃદ્ધનું નીપજ્યું મોત, ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા, બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો, મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડાયો
Breaking News/ભાવનગર અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના, ગાડીના હપ્તા ભરવા બાબતે થઈ મારામારી, મારામારીમાં 2 મહિલા સહિત 3 લોકોને ઈજા, ધોળા દિવસે 4 ઈસમોએ ઘાતક હથિયારો સાથે કર્યો હુમલો, ધોકા, પાઇપ, છરી જેવા હથિયાર વડે હુમલો કરતા 3 ને ઇજા, ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
Breaking News/અરવલ્લી જીલ્લામાં ફરી સંબંધો થયા શર્મસાર, 4 વર્ષની બાળકી પર 70 વર્ષના નરાધમનું દુષ્કર્મ, 70 વર્ષના ફુવાએ કુમળી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું, રાહદારીએ સમગ્ર ઘટના જોઈ જતા મામલો સામે આવ્યો, બાયડના સાઠંબા પોલીસ સ્ટેશને નોંધાઈ વિધિવત ફરિયાદ, બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, પોલીસે તાત્કાલિક વૃદ્ધને ઝડપી લઇ કાર્યવાહી શરુ કરી
Breaking News/બનાસકાંઠા: AAP ના ગુજરાત ઉપાધ્યક્ષનું રાજીનામુ, ભેમાભાઈ ચૌધરીએ AAP માંથી આપ્યું રાજીનામુ, તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી AAP ને કર્યું બાય બાય, 2012 થી AAP સાથે જોડાયેલા હતા ભેમાભાઈચૌધરી, લોકસભાંની ચૂંટણીના ભણકારા વચ્ચે AAP માં ખળભળાટ
Breaking News/વડોદરા: ડભોઇના ભિલોડોયામાં દીપડાનો આતંક, મોડી રાત્રે ગામમાં ઘુસી પશુનું કર્યું મારણ, અગાઉ પણ 3 જેટલા શ્વાન પર કર્યો હતો હુમલો, વન વિભાગને જાણ કરતા પાંજરા મુકવા કાર્યવાહી હાથ ધરાઈ, દીપડાના અવારનવાર થતા હુમલાને પગલે ગ્રામજનોમાં ભય