Breaking News/અમદાવાદ ખાતે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી, શહેરની LG હોસ્પિટલમાં કરાઈ ઉજવણી, સગર્ભા માતાઓને સ્તનપાન અંગે અપાયું માર્ગદર્શન, માતાઓને માતૃશકિત અને મિલેટ્સ કીટનું વિતરણ, મંત્રી ભાનુબેન બાબરીયા કાર્યક્રમમાં રહ્યા હાજર, MLA અમૂલ ભટ્ટ, સ્ટે. કમિટી ચેરમેન હિતેશ બારોટ હાજર
Breaking News/વડોદરા: કરજણના કંબોલા નજીક ક્રેન તૂટી, ક્રેન તૂટતા 3 થી 4 લોકો દટાયાની આશંકા, નિર્માણાધીન બ્રિજ પર ક્રેન તૂટતાં બની ઘટના, દુર્ઘટનામાં એક વ્યક્તિનું થયું કરુણ મોત, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતું હતું કામ, કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરુ, એલ એન્ડ ટી કંપનીને સોંપાયો હતો પ્રોજેક્ટ
Breaking News/વડોદરા: સ્માર્ટ સિટીના નંદાવનમાં બન્યા ઝુંપડા, છાણી કેનાલ રોડ પરનાં નંદનવનમાં બન્યા ઝુંપડા, નંદનવન પાછળ કરાય છે કરોડોનો ખર્ચ, નંદનવનમાં બિલ્ડરના મજૂરો માટે બન્યા ઝુંપડા, સ્થાનિક કાઉન્સિલરે મનપા કમિશનરને કરી ફરિયાદ, ઝુંપડાની પરમિશન આપનાર અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો
Breaking News/સુરતના મોરા ભાગળમાં વૃદ્ધાનું રેસ્ક્યુ, રંગરાજ રેસીડેન્સીના સ્તુતિ બિલ્ડીંગની ઘટના, બિલ્ડીંગના 9માં માળે ફસાઈ હતી વૃદ્ધ મહિલા, ફાયર દ્વારા મહિલાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, દરવાજો લોક થતા ફસાઈ હતી વૃદ્ધ મહિલા, બાજુની બિલ્ડીંગની ગેલેરીમાં જઈ કર્યું રેસ્ક્યુ, ફાયરની પ્રશંશનીય કામગીરી લોકોએ બિરદાવી
Breaking News/મંત્રી કુંવરજી હળપતિના માતુશ્રીનું દુઃખદ અવસાન, 86 વર્ષની ઉંમરે સુકીબેન હળપતિનું દુઃખદ અવસાન, બપોરે 12 કલાકે કાઢવામાં આવશે અંતિમયાત્રા, ઝરીમોરા ગામેથી કાઢવામાં આવશે અંતિમયાત્રા, માંડવીની સ્મશાન ભૂમિમાં કરાશે અંતિમ સંસ્કાર
Breaking News/સુરત: MLA કુમાર કાનાણીએ TRB જવાનનો લીધો ઉધડો, ટ્રાફિક નિયમનને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતો TRB જવાન, વરાછાના માનગઢ સર્કલ પર હતી જવાનની ડ્યુટી, ભર બજારે ધારાસભ્યે લીધો TRB જવાનનો ઉધડો, TRB જવાનને ખખડાવતો કાનાણીનો વિડીયો વાઇરલ
Breaking News/રાજ્યમાં આંખ આવવાના કેસોમાં તોતિંગ વધારો, રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર કેસ સામે આવ્યા, અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી દરરોજ 17થી 20 હજાર કેસ, કન્જક્ટિવાઈટિસના અમદાવાદમાં સૌથી વધુ 51 હજાર કેસ, તમામ જીલ્લાઓમાં દવા અને ટીપાંનો પૂરતો જથ્થો રાખવા સૂચના
Breaking News/મહેસાણા: પ્રદુષણ ફેલાવાતા 4 એકમ બંધ કરવા નોટિસ, વિજાપુરના રણાસણમાં 2 એકમોને અપાઈ નોટિસ, રણાસણના અંશ બાયોટેકને અપાઈ નોટિસ, રણાસણની રુદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝને નોટિસ અપાઈ, કડીના ચડાસણની કંપનીનું વીજ જોડાણ કાપવા સૂચના, ઇન્દ્રાડના પણ એકમનું વીજ જોડાણ કાપવા સૂચના, એમસ્ટાર માઈક્રો સેલ ચડાસણને ક્લોઝર નોટિસ, ઉમિયા એન્વાયરો પ્રોજેકટ ઇન્દ્રાડને ક્લોઝર નોટિસ, રુદ્ર એગ્રો અને અંશ બાયોટેક ખુલ્લા ખેતરોમાં ઠાલવતું વેસ્ટ પાણી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી, ચારેય એકમને તાત્કાલિક બંધ કરવા અપાઈ ક્લોઝર નોટિસ
Breaking News/રાજકોટથી આતંકીઓ ઝડપાયાનો મામલો, ATS તપાસમાં થયા મોટા ખુલાસા, ત્રણેય આંતકીઓ AK47 ચલાવવાની લેતા હતા તાલીમ, સો. મીડિયાના માધ્યમથી લઇ રહયા હતા તાલીમ, મોબાઈલથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા આતંકીઓ, જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં ઘટનાને અંજામ આપવાના હતા, આતંકીઓ રાજકોટ રેલવે સ્ટેશન પર જઈને કરતા હતા રેકી, પિસ્ટલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની આશંકા, આતંકીઓને રાજકોટ લાવી વિશેષ તપાસ કરશે ATS
Breaking News/ભાવનગર: માધવ હિલ બિલ્ડીંગની ગેલેરી પડવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સિલ મારવાના આપ્યા આદેશ, બિલ્ડીંગની BU પરમિશન પણ રદ્દ કરવામાં આવી, માધવ હિલના 56 ફ્લેટ ધારકોને બિલ્ડીંગ ખાલી કરવા આદેશ, 70 થી વધુ ઓફિસ ધારકોને પણ બિલ્ડીંગ ખાલી કરવાના આદેશ