ISRO-Mission-Chandrayan-3/ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે, ચંદ્રયાન-3 મિશનની શરૂઆતથી હાલની સ્થિતિ સુધી જાણો
દુષ્કર્મ/જૂનાગઢ: યુવકે સહપાઠી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, બંને વચ્ચે પ્રેમ સંબંધમાં યુવાને આચર્યું દુષ્કર્મ, યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવાને માર્યો માર, જૂનાગઢની ખાનગી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં બની ઘટના, ઢિકાપાટુ અને બોલપેનના પોઇન્ટ વડે માર્યો માર, યુવતીના નગ્ન ફોટા વાયરલ કરવાની યુવકે આપી ધમકી, ધમકીને પગલે યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, ઊંઘની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ. યુવક સામે નોંધાઈ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ,
સ્માર્ટસિટી વડોદરા/સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ છેતરપિંડી, વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે છેતરપિંડી, વર્ક પરમીટ વિઝાની લાલચ આપી લાખ્ખો રૂપિયા પડાવ્યા, એડવાન્સ 1 લાખ, બાકીના વિદેશ પહોંચ્યા પછીની આપી લાલચ, લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ, ભોગ બનેલ 5 વ્યકિતઓએ માંજલપુર પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ. માંજલપુર પોલીસે સમગ્ર મામલે 3 આરોપીઓની કરી ધરપકડ, કુલદીપ નિકમ, આશિષ ગવળી અને વિકાસ પટેલની ધરપકડ, છેતરપિંડી મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી
નશાનો કારોબાર/સુરતમાં ચિનાઈ માટીની આડમાં નશાનો વેપલો માંગરોળના ધામડોદની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો ચિનાઈ માટીની આડમાં થતી હતી દારૂની ખેપ કોસંબા પોલીસે 5 હજારથી વધુ દારૂની બોટલો કરી જપ્ત દારૂ સહિત કુલ 27.88 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસે ચાલક અને ક્લીનરની કરી ધરપકડ દારૂ મંગાવનાર અને મોકલાવનાર વોન્ટેડ જાહેર
બેદરકારી/સરકારી અધિકારી, કર્મચારીઓની બેદરકારીથી સરકાર લાલઘૂમ, કર્મચારીઓને જવાબદારીનું ભાન કરાવવા છૂટયા આદેશ, કચેરીઓમાં વીજળી અને પાણીનો બગાડ અટકાવવા આદેશ, પંખા, લાઈટ કે કોમ્પ્યુટર જરૂરિયાત સિવાય બંધ રાખવા આદેશ, શૌચાલયમાં પાણી લીકેજ અટકાવવા પણ અપાઈ સૂચનાઓ, ઓફિસ ખાલી હોય ત્યારે વીજ ઉપકરણો બંધ રાખવા આદેશ, સુવિધાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની ટકોર, સરકારે રાજ્યની તમામ કચેરીઓના વડાઓને કર્યો આદેશ
ગાંજાનો જથ્થો ઝડપાયો/સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો ગાંજાનો જથ્થો, ઓરિસ્સાથી લવાયેલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો, સુરત રેલવે સ્ટેશન બહાર ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો, ગાંજાના મોટા જથ્થા સાથે ઓરિસ્સાના ઇસમની ધરપકડ, 33 કિલો ગાંજા સાથે સ્ટેશનથી બહાર નીકળતા ઇસમને દબોચ્યો, ઓરિસ્સાના 4 ઈસમો 3.32 લાખનો ગાંજો લઇ સુરત આવ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એકની ધરપકડ કરાઈ જ્યારે અન્ય 3 નાસી છૂટ્યા, પોલીસે ગાંજાના જથ્થા સાથે રંજન ઉર્ફે પપ્પુ ગૌડાની કરી ધરપકડ
રાજકોટની એર કનેક્ટિવિટી વધી/રાજકોટથી એર કનેક્ટિવિટીમાં સતત વધારો રાજકોટથી ઉદયપુર અને ઇન્દોરની ફ્લાઈટ શરૂ કરાઈ વોટર કેનનથી ફ્લાઈટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટથી સવારે 8:40 એ ઉપાડશે ઉદયપુરની ફલાઇટ સવારે 11:55 કલાકે ઇન્દોર જવા માટેની ફ્લાઈટ ઉપડશે રાજકોટથી દૈનિક 9 થી 10 વિવિધ ફ્લાઇટની ઉડાન
આત્મહત્યા/અમદાવાદના કુશ પટેલનો લંડનમાં આપઘાત, લંડન બ્રિજ પરથી ઝંપલાવી ટૂંકાવ્યું જીવન, આર્થિક સંકડામણના કારણે કર્યો આપઘાત, કુશ પટેલ 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન, 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ, મિત્રોએ વેમ્બલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ, કુશ પટેલના આપઘાત બાદ પરિવાર ભાંગી પડ્યો, 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના છેડેથી મૃતદેહ મળ્યો, ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી ઓળખમાં મુશ્કેલી, પોલીસે કુશના DNA અને બાયોમેટ્રિક મેળવ્યા હતા, DNA મેચ થતા પોલીસે મૃતદેહ કુશનો હોવાની પુષ્ટિ કરી