પાકા કામનો કેદી ફરાર/મહેસાણાની સબજેલમાંથી પાકા કામનો કેદી ફરાર, પાટણ જેલમાંથી મહેસાણા જેલમાં લવાયો હતો કેદીને, ભરણપોષણના ગુન્હાનો આરોપી હતો ફરાર કેદી, અમિત ઠાકોર નામનો પાકા કામનો કેદી થયો ફરાર, જેલ કમ્પાઉન્ડમાં સફાઈ માટે લઈ ગયા બાદ થયો ફરાર, મહેસાણા શહેર બી-ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
ધરપકડ/વડોદરા વકીલ મંડળના સભ્યની ધરપકડ, જવાહર નગર પોલીસે કરી સભ્યની ધરપકડ, વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસની અટકાયત, પેટ્રોલ પંપ સંચાલકો સાથે છેતરપિંડી કેસ મામલે ધરપકડ, સાળા-બનેવીની જોડીએ લગાવ્યો અનેક પેટ્રોલ પંપ માલિકોને ચૂનો, પેટ્રોલ-ડીઝલ પુરાવી પૈસા ન ચૂકવી કરી હતી કરોડોની છેતરપિંડી, સાળા-બનેવીની જોડીને પોલીસે દબોચી કોર્ટમાં રજુ કરી, કૌભાંડના આરોપીઓએ કોર્ટમાં જજ સમક્ષ નિવેદન નોંધાવ્યું, ચીટિંગના કરોડો રૂપિયા વકીલ ભાવિન વ્યાસને અપાયાનું નિવેદન, આરોપીઓના નિવેદનને લઇ હવે મદદગારીનો ગુનો ઉમેરાયો, સભ્ય વિરુદ્ધ ગુનો નોંધાતા વકીલ મંડળના સભ્યો પો. સ્ટેશન પહોંચ્યા, ભાવિન વ્યાસ અગાઉ તેમના વિવાદિત નિવેદનોને પગલે ચર્ચામાં રહયા છે, નામદાર જજ તેમજ પોલિસ વિષે વિવાદીત નિવેદન કરી ચુક્યા છે વ્યાસ
મૃતદેહ મળી આવ્યો/વલસાડ: કોલક નદીમાં તરતો દેખાયો અજાણ્યા યુવકનો મૃતદેહ, વાપી નજીક પંડોર ગામ પાસેની મોડી રાતની ઘટના, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતદેહને બહાર કઢાયો, માછલી પકડવા ગયેલા લોકોએ જોયો હતો મૃતદેહ, પોલીસે મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ આરંભી
કૌભાંડ/આણંદ: સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવી હનીટ્રેપ કેસ, નાયબ મામલતદાર જે.ડી.પટેલના કૌભાંડો સામે આવ્યા, ચાર એજન્ટ બિનખેતીની ફાઇલોનો કરતા હતા વહીવટ, અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ હતા જે.ડી.પટેલના વચેટિયા, મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સો હતા જયેશના સંપર્કમાં, જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને આપતો હતો પ્રાયોરિટી
ઉત્તર કોરીયાની ચીમકી/અમેરિકા અને દ. કોરિયાના સૈન્ય અભ્યાસથી ઉશ્કેરાયું ઉ. કોરિયા, ઉ. કોરિયાએ સૈન્ય અભ્યાસની કરી નિંદા, ઉત્તર કોરિયાએ થર્મોન્યુક્લિયર યુદ્ધની આપી ચીમકી, આ અભ્યાસ સંબંધો પર ખરાબ અસર કરશે: ઉત્તર કોરિયા
બ્રિક્સ સમિટ/જોહાનિસબર્ગમાં આજથી BRICS સમિટ શરૂ, દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટ શરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, રશિયાના રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે
કોંગ્રેસનું ઓબીસી કાર્ડ/લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનું OBC કાર્ડ, ગાંધીનગરમાં OBC સમાજના આજે ધરણાં, OBC સમાજના ધરણાંને કોંગ્રેસનું સમર્થન, ભાજપ નેતાઓને પણ જોડાવવા આમંત્રણ આપ્યું, અનામત બચાવો સમિતિ દ્વારા ધરણા અને રેલીનો કાર્યક્રમ
ચોરી/રાજકોટ: જેતપુર ફોરચ્યુનર કારમાંથી રોકડ રકમની ચોરી, JFM રેસ્ટોરન્ટના પાર્કિંગ પાર્ક કરેલ કારના કાચા તોડી ચોરી, ઉદ્યોગપતિની કારનો કાચ તોડી 1.50 લાખની ચોરી, પુત્રનો બર્થડે હોવાથી ઉદ્યોગપતિ આવ્યો હતો હોટલમાં, પરિવાર અને મિત્રો સાથે જમવા આવ્યા હતો હોટલમાં, રેસ્ટોરન્ટના CCTV બંધ હાલતમાં, જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી
દારૂબંધીના ધજાગરા/બનાસકાંઠા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડયા ધજાગરા, ભાભરમાં દારૂડિયાઓએ માઝા મુકતા સ્થાનિકો પરેશાન, વહેલી સવારે જ દારૂડિયાએ દારૂઢીંચી ભર બજારે કર્યું નાટક, ત્રણ રસ્તા સર્કલ અને તિરુપતિ માર્કેટ પાસે ધૂમ મચાવતા દારૂડિયા, નાનું બાળક રડતું રહ્યું અને પિતા દારૂ ઢીંચી બન્યા બાદશાહ, કાયદો અને વ્યવસ્થાની એસી તેસી કરી દારૂડિયા બન્યા બેફામ, ભર બજારે દારૂડિયા બેફામ બનતા ભાભર પોલીસ સામે ઉઠ્યા સવાલો