Not Set/ ઓટો ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, બીએસ-4 વાહનોનું વેચાણ કરાશે બંધ

બીએસ-4 વાહનોનાં વેચાણ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ વાહનોનાં વેચાણ માટે 31 માર્ચ, 2020 પછી એક મહિનો આપવામાં આવે. પરંતુ ઓટોમોબાઈલ ડીલરોનાં સંગઠનોને આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે તેમની માંગને ફગાવી દીધી છે. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, તેઓ બીએસ-4 થી બીએસ-6 ધોરણો નિર્ધારિત સમયમાં […]

Tech & Auto
Car Sales ઓટો ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, બીએસ-4 વાહનોનું વેચાણ કરાશે બંધ

બીએસ-4 વાહનોનાં વેચાણ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે આ વાહનોનાં વેચાણ માટે 31 માર્ચ, 2020 પછી એક મહિનો આપવામાં આવે. પરંતુ ઓટોમોબાઈલ ડીલરોનાં સંગઠનોને આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે તેમની માંગને ફગાવી દીધી છે. ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, તેઓ બીએસ-4 થી બીએસ-6 ધોરણો નિર્ધારિત સમયમાં બદલી શકતા નથી.

સુપ્રીમ કોર્ટે તેના 2018 નાં ચુકાદામાં બીએસ-4 વાહનોનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ, ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓને 30 એપ્રિલ, 2020 સુધીનો સમય આપવામાં આવશે જેથી તેઓ અગાઉનો સ્ટોક વેચી શકે. સુપ્રીમ કોર્ટે હવે આ અરજીને ફગાવી દેતા તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ અરજીકર્તાએ કહ્યું કે આ અરજી દયાની અરજી જેવી છે, પરંતુ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

જણાવી દઇએ કે, વર્ષ 2017 માં દેશભરમાં બીએસ-4 નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, કેન્દ્રએ કહ્યું હતું કે દેશમાં બીએસ-5 નિયમો અપનાવ્યા વગર 2020 સુધીમાં બીએસ-6 નિયમો લાગુ કરવામાં આવશે. બી.એસ. એટલે ભારત સ્ટેજ, એક માનક છે જેમાં ભારતમાં એન્જિનો દ્વારા થતાં પ્રદૂષણને માપવામાં આવે છે. આ ધોરણ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ, બીએસ-4 એન્જિન વાહનો 31 માર્ચ પછી વેચવામાં આવશે નહીં. માનવામાં આવે છે કે સ્ટોકને ખતમ કરવા માટે આ વાહનોની કિંમત ઘટાડી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.