Not Set/ ઓટો/ નવા વર્ષથી મોંઘી બનશે નિસાનની કારો, આટલા ટકા ભાવમાં થશે વધારો

નવ વર્ષની શરૂઆત થતા જ ઘણી ઓટો કંપનીઓ પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. હવે તેમા એક નામ નિસાનનું પણ જોડાયુ છે. જણાવી દઇએ કે, વાહન નિર્માતા કંપની નિસાન મોટર ઇન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે, તે આવતા મહિનાથી પોતાના વાહનોની કિંમતમાં પાંચ ટકાનો વધારો કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે બાંધકામની કિંમતમાં […]

Tech & Auto
ઓટો/ નવા વર્ષથી મોંઘી બનશે નિસાનની કારો, આટલા ટકા ભાવમાં થશે વધારો

નવ વર્ષની શરૂઆત થતા જ ઘણી ઓટો કંપનીઓ પોતાની કારની કિંમતમાં વધારો કરવા જઇ રહી છે. હવે તેમા એક નામ નિસાનનું પણ જોડાયુ છે. જણાવી દઇએ કે, વાહન નિર્માતા કંપની નિસાન મોટર ઇન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે, તે આવતા મહિનાથી પોતાના વાહનોની કિંમતમાં પાંચ ટકાનો વધારો કરવા જઈ રહી છે.

કંપનીએ કહ્યું કે બાંધકામની કિંમતમાં થયેલા વધારાની અસરને ઘટાડવા માટે, વાહનોની કિંમતમાં વધારો કરવો પડશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સુધારેલા ભાવો જાન્યુઆરી 2020 થી નિસાન અને ડેટસનનાં તમામ મોડેલો પર લાગુ થશે.

નિસાન મોટર ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે, હાલની પડકારજનક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધતા ખર્ચને કારણે અમે નિસાન અને ડેટસનનાં તમામ મોડેલોની કિંમતમાં વધારો કરવા જઇ રહ્યા છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ પહેલા જ જાન્યુઆરીથી વાહનની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.