Not Set/ Avengers સીરીઝનો સ્ટાર એક્ટર થોર આવતા મહિને આવી રહ્યો છે ભારત

માર્વેલ કોમિક્સની એવેન્જર્સ સીરીઝની ફિલ્મ્સનું દિગ્દર્શન કરીને ચર્ચામાં આવેલા રૂસો બ્રધર્સની જોડી આ દિવસોમાં નિર્માતા તરીકે એક ફિલ્મ ઢાકા બનાવી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઓસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ હેમ્સવર્થ છે અને ભારતમાં પણ તેનું શૂટિંગ મોટા પ્રમાણમાં થયું છે. છે. ક્રિસ હેમ્સવર્થ એવેન્જર્સ સીરીઝની ફિલ્મોમાં કાલ્પનિક ગ્રહ એસગાર્ડનાં દેવ પુરષ થોરનો અભિનય કરતો આવ્યો […]

Entertainment

માર્વેલ કોમિક્સની એવેન્જર્સ સીરીઝની ફિલ્મ્સનું દિગ્દર્શન કરીને ચર્ચામાં આવેલા રૂસો બ્રધર્સની જોડી આ દિવસોમાં નિર્માતા તરીકે એક ફિલ્મ ઢાકા બનાવી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઓસ્ટ્રેલિયન અભિનેતા ક્રિસ હેમ્સવર્થ છે અને ભારતમાં પણ તેનું શૂટિંગ મોટા પ્રમાણમાં થયું છે. છે. ક્રિસ હેમ્સવર્થ એવેન્જર્સ સીરીઝની ફિલ્મોમાં કાલ્પનિક ગ્રહ એસગાર્ડનાં દેવ પુરષ થોરનો અભિનય કરતો આવ્યો છે અને તેની લોકપ્રિયતામાં આ પાત્ર બાદ ઘણો વધારો થયો છે.

એવેન્જર્સ એન્ડગેમની રિલીઝ પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે ક્રિસે ભારતનાં મુંબઇ અને અમદાવાદમાં તેના શૂટિંગનાં અનુભવો વિશે વિગતવાર વાત કરી હતી. હવે તેના પ્રશંસકો માટે ખુશખબર એ છે કે ક્રિસ ટૂંક સમયમાં ફરીથી ભારત આવી રહ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શન દરમિયાન કેટલાક દ્રશ્યો એવા સામે આવ્યા છે, જેના માટે ફરીથી શૂટિંગ કરવાની જરૂરિયાત અનુભવાઇ છે.

આ સંદર્ભમાં, ક્રિસ દિવાળી પછી ટૂંક સમયમાં ભારતમાં આવશે અને શિયાળાની સીઝનમાં ફરીથી તેની ફિલ્મ ઢાકાનાં કેટલાક દ્રશ્યો શૂટ કરશે. ક્રિસની ભારત મુલાકાતને ખૂબ ગુપ્ત રાખવામાં આવી રહી છે, પરંતુ ફિલ્મનાં શૂટિંગ માટે ભારતમાં કામ કરનારાઓએ જરૂરી પરવાનગી મેળવવા માટે સરકારી એજન્સીઓની ઓફિસોમાં દોડધામ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.