#TokyoOlympic2021/ 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ બનાવ્યો નેશનલ રેકોર્ડ

ઓલિમ્પિક્સ 2020 ની એથ્લેટિક્સ મેચ આજથી (30 જુલાઈ) થી શરૂ થઈ ગઈ છે. અહીં ભારતનાં અવિનાશ સાબેલે પોતાનો 3000 મીટર સ્ટીપલચેઝ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે.

Top Stories Sports
11 609 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલેએ બનાવ્યો નેશનલ રેકોર્ડ

ઓલિમ્પિક્સ 2020 ની એથ્લેટિક્સ મેચ આજથી (30 જુલાઈ) થી શરૂ થઈ ગઈ છે. અહીં ભારતનાં અવિનાશ સાબેલે પોતાનો 3000 મીટર સ્ટીપલચેઝ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે અને હીટ રેસમાં સાતમાં સ્થાન મેળવ્યો છે. 26 વર્ષીય સાબલેએ હીટ નંબર 2 માં 8ઃ18ઃ12 નો સમય નિકાળીને માર્ચમાં ફેડરેશન કપ દરમ્યાન બનાવવામાં આવેલા 8ઃ20.20 ને પોતાના પહેલાનાં રાષ્ટ્રીય રેકોર્ડને  સુધાર્યો હતો.

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / દીપિકા કુમારી મેડલની નજીક પહોંચી, ક્વોર્ટરફાઇનલમાં મેળવ્યુ સ્થાન

જો કે, આ પ્રદર્શન પણ તેને હીટમાં પ્રથમ ત્રણમાં સ્થાન અપાવવામાં નિષ્ફળ ગયું છે. અહીં તે 7 માં સ્થાને રહ્યો છે. પહેલો નંબર કેન્યાનાં અબ્રાહમને મળ્યો જેણે 8:12:25 નો સમય નીકાળ્યો. હીટ રેસ ફક્ત ટોચનાં ત્રણ દોડવીરોને જ આગામી રેસમાં સ્થાન અપાવે છે. ત્રણ રેસમાંથી ટોચનાં 3-3 દોડવીરોની પસંદગી કરવામાં આવે છે અને પછી બાકીનાં ત્રણ ટોપ ટાઇમ દોડવીરોની ગણતરી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે અવિનાશની યાત્રા અહીં સમાપ્ત થઈ છે પરંતુ તેણે ઓલિમ્પિકમાં પોતાનો રેકોર્ડ સુધારવાનું કામ કર્યું છે. 

આ પણ વાંચો – રેલ્વે મંત્રાલયની મોટી જાહેરાત / ઓલમ્પિકમાં ગયેલા ખેલાડીઓ અને કોચ ને , મેડલ જીતવા બદલ કરોડોનું ઈનામ મળશે

સ્ટીપલચેઝ એક એવી રેસ છે જ્યાં તમારે ઘણા અવરોધોમાંથી પસાર થવું પડે છે જેમાં નિશ્ચિત અવરોધો હોય છે, જેમાં છીછરુ પાણી હોય છે. આ રીતે તમે 3 હજાર મીટરની મુસાફરી કરો છો. ઇવેન્ટ દરમ્યાન, દરેક રનરે અંતિમ લાઇન સુધી પહોંચવા માટે 28 નિયત અવરોધો અને સાત પાણીની છલાંગ વટાવી જ પડે છે. આ બધું 7 લેપ્સમાં કરવામાં આવે છે, જેમાથી પ્રત્યેકની લંબાઈ 400 મીટર હોય છે. અવિનાશ ઓલિમ્પિક્સમાં ભારતનો માત્ર 3000 મીટર સ્ટીપલચેઝ એથ્લેટ છે. 26 વર્ષીય યુવકે ઓક્ટોબર 2019 માં દોહામાં એથ્લેટિક્સ વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં 8.21.37 નાં સમયની સાથે ટોક્યો 2020 માટે એક કટ બનાવ્યો હતો. જેણે 8.22.00 પર નિર્ધારિત ટોક્યો 2020 કટ ઓફ ટાઇમિંગની સાથે પોતાની જગ્યા સુનિશ્ચિત કરી.