અયોધ્યા રામમંદિર/ અયોધ્યા રામ મંદિર :  આ ક્રિકેકટરોને મળ્યું પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ, આજથી પૂજનવિધિની થઈ શરૂઆત

અયોધ્યા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા આજે 16 જાન્યુઆરીના દિવસથી પૂજનવિધિની શરૂઆત થઈ ગઈ છે. આ સમારોહ માટે અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધુ ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Top Stories India
Mantay 41 1 અયોધ્યા રામ મંદિર :  આ ક્રિકેકટરોને મળ્યું પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ, આજથી પૂજનવિધિની થઈ શરૂઆત

અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં રામલ્લાની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલા આજે 16 જાન્યુઆરીના દિવસથી પૂજનવિધિની શરૂઆત થઈ ગઈ છે.  આ સમારોહ માટે અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધુ ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહના મુખ્ય અતિથિ હશે. ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ, વીઆઈપી મહેમાનો, બોલીવુડ કલાકારો ઉપરાંત ક્રિકેટરોને સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Mantay 38 1 અયોધ્યા રામ મંદિર :  આ ક્રિકેકટરોને મળ્યું પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ, આજથી પૂજનવિધિની થઈ શરૂઆત

પ્રાપ્ત સૂત્રો મુજબ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે દેશના પ્રખ્યાત ક્રિકેટરો હાજર રહી શકે છે. રામલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાંદેશના સર્વશ્રેષ્ઠ અને લોકપ્રિય ક્રિકેટરનું બિરુદ મેળવનાર વિરાટ કોહલી, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, ભારતના કૂલ કેપ્ટન તરીકે ઓળખાતા અને ત્રણ ICC ટ્રોફી જીતનાર ‘માહી’ ઉર્ફે મહેન્દ્રસિંહ ધોની અને હરભજનસિંહને 22 જાન્યુઆરીના રોજ થનાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ક્રિકેટરો સમારોહમાં હાજર રહેશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Mantay 37 અયોધ્યા રામ મંદિર :  આ ક્રિકેકટરોને મળ્યું પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ, આજથી પૂજનવિધિની થઈ શરૂઆત

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઉદ્ઘાટન સમારોહની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. આજથી મંદિરમાં રામ લલ્લાના પૂજન વિધિની શરૂઆત થઈ ગઈ છે. આ પૂજનવિધિ 21 જાન્યુઆરી સુધી ચાલશે. આજે 16 જાન્યુઆરીના રોજ પ્રાયશ્ચિત અને કર્મકૂટીની પૂજા કરાશે. જ્યારે 17 જાન્યુઆરીના રોજ મંદિરના પરિસરમાં મૂર્તિનો પ્રવેશ થશે. 18 જાન્યુઆરીના રોજ જળયાત્રા, જળાધિવાસ અને તીર્થપૂજન થશે. 19 જાન્યુઆરીના દિવસે સવારે ઔષાધિવાસ, અને સાંજે ધાન્યાધિવાસ વિધિ થશે. 20 જાન્યુઆરીના રોજ શર્કરાધિવાસ અને પુષ્પાધિવાસની વિધિ થશે. 21 જાન્યુઆરીના રોજ મધ્યાધિવાસ અને શય્યાધિવાસ વિધિની કરાશે. છેલ્લા 70 વર્ષથી પૂજાતી હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.

પીએમ મોદી અયોધ્યા રામ મંદિર :  આ ક્રિકેકટરોને મળ્યું પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ, આજથી પૂજનવિધિની થઈ શરૂઆત

22 જાન્યુઆરીનો રોજ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય કાશીના પ્રખ્યાત વૈદિક આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અભિષેક વિધિ બપોરે 12:20 કલાકે શરૂઆત થશે. આ પૂજન વિધિ લગભગ 40 મિનિટ સુધી ચાલશે.

આ સમારોહમાં ઉદ્યોગપતિઓ, કલાકારો અને ક્રિકેટરો ઉપરાંત ધર્મ, સંપ્રદાય સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમંત, મહંત, નાગા સહિત 50 થી વધુ આદિવાસી, ગિરિવાસી, તાતવાસી, દ્વિપવાસી આદિવાસી પરંપરાઓની અગ્રણી વ્યક્તિઓ હાજર રહેશે. સમારોહ માટે આમંત્રિત કરવામાં આવેલ મહેમાનોએ સવારે 10:30 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરવો પડશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીના રોજ મંદિર શ્રદ્ધાળુઓના રામલલાના દર્શન માટે ખોલવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bharat Jodo Nyay Yatra/મણિપુર દેશમાં એકમાત્ર સરકાર છે જેના બે મંત્રીઓ ઓનલાઈન કામ કરી રહ્યા છે…જયરામ રમેશ દ્વારા મોટો પ્રહાર

આ પણ વાંચો: મુંબઈ/સ્પીકરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું- ‘અસલી શિવસેના’ વિરુદ્ધ દાખલ કરી અરજી