Not Set/ અયોધ્યા : શ્રીરામચંદ્ર એરપોર્ટની જમીન સંપાદન માટે રૂ.બે અબજ મંજુર

રાજ્ય સરકારે અયોધ્યામાં શ્રીરામચંદ્ર એરપોર્ટ માટે રૂ. બે અબજ મંજુર કર્યા છે. નાગરિક ઉડ્ડન વિભાગે આ રકમ માત્ર જમીન સંપાદન માટે ફાળવી છે. અયોધ્યામાં એરપોર્ટ માટે 6 અબજ, 40 કરોડ, 26 લાખ, 96 હજાર 501 રૂપિયાની પ્રસ્તાવિત યોજના નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રથમ હપ્તા રૂપે 2 કરોડ રૂપિયા 5 માર્ચ 2019ના રોજ ફાળવ્યા […]

Top Stories India
air અયોધ્યા : શ્રીરામચંદ્ર એરપોર્ટની જમીન સંપાદન માટે રૂ.બે અબજ મંજુર

રાજ્ય સરકારે અયોધ્યામાં શ્રીરામચંદ્ર એરપોર્ટ માટે રૂ. બે અબજ મંજુર કર્યા છે. નાગરિક ઉડ્ડન વિભાગે આ રકમ માત્ર જમીન સંપાદન માટે ફાળવી છે. અયોધ્યામાં એરપોર્ટ માટે 6 અબજ, 40 કરોડ, 26 લાખ, 96 હજાર 501 રૂપિયાની પ્રસ્તાવિત યોજના નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રથમ હપ્તા રૂપે 2 કરોડ રૂપિયા 5 માર્ચ 2019ના રોજ ફાળવ્યા હતા.
તેના બીજા હપ્તા પેટે જમીન સંપાદન માટે 2 અજબ રૂપિયાની ફાળવવી વિભાગ દ્વારા કરવામાં આવી છે. અયોધ્યામાં આ એરપોર્ટ 464 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ માટે માટે 177 એકર જમીન ઉપલબ્ધ છે. જયારે બાકીની 287 એકર જામીનસંપાદિત કરવાની હજુ બાકી છે.