Not Set/ અયોધ્યા ચુકાદો/ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, 24 નવેમ્બરના રોજ અયોધ્યા જશે

સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો, અને કેન્દ્ર સરકારને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. પાંચ જજોની ખંડપીઠે સર્વાનુમતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને વિવાદિત સ્થળે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ સ્થાપવાનો નિર્દેશ આપ્યો […]

Top Stories
ઉદ્ધવ અયોધ્યા ચુકાદો/ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, 24 નવેમ્બરના રોજ અયોધ્યા જશે

સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો, અને કેન્દ્ર સરકારને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. પાંચ જજોની ખંડપીઠે સર્વાનુમતે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને વિવાદિત સ્થળે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે, વિવાદિત 2.77 એકર જમીનનો અધિકાર રામલાલાની મૂર્તિને સોંપવો જોઈએ. જો કે, તેનો કબજો કેન્દ્ર સરકારના રીસીવર પાસે જ રહેશે.

પીએમ મોદીએ અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું, ‘દેશની સુપ્રીમ કોર્ટે અયોધ્યા અંગે આપેલા ચુકાદાને કોઈની હાર કે જીત તરીકે જોવું જોઈએ નહીં. તે રામભક્તિ હોય કે રહીમાભક્તિ, ભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનો આ સમય છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. બધાએ ચુકાદો સ્વીકાર્યો છે. હું 24 નવેમ્બરના રોજ અયોધ્યા જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે હું લાલકૃષ્ણ અડવાણીનો આભાર માનવા પણ તેમની મુલાકાત લઈશ. તેમણે રામ મંદિર નિર્માણ માટે રથયાત્રા કાઢી હતી. હું ચોક્કસપણે તેને મળીશ અને તેમના આશીર્વાદ લઈશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.