Not Set/ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આજમખાનની હાલત ગંભીર

આજમખાનની હાલત ગંભીર

India

 સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આજમખાનની હાલત ગંભીર છે.હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. લખનઉના મેદાંતાના  હોસ્પિટલના જણાવ્યા અનુસાર આજમકાનની હાલત અત્યારે નાજુક છે તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. આઝમખાનની કોવડની તપાસ પણ કરવામાં આવી છે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમખાનની હાલત અતિ ગંભીર છે તેમના પર હાલ 100 થી વધુ કેસો ચાલી રહ્યા છે. ગત વર્ષે ડિસમ્બરમાં એક બનાવટી કેસમાં અદાલતમાંથી જામીન મળ્યા બાદ સીતીપુર જેલમાંથી મુક્ત થયા હતા. સમાજવાદી પાર્ટીના આજમખાનની કેદ મામલે એક સાયકલ યાત્રા પણ નીકાળવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એડીએમ) જેપી ગુપ્તાના કોર્ટના આદેશ બાદ જાન્યુઆરીમાં, યોગી સરકારે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહમ્મદ આઝમ ખાન અને તેના પરિવાર દ્વારા સ્થાપિત અને સંચાલિત મૌલાના મોહમ્મદ અલી જોહર ટ્રસ્ટની 173 એકર જમીન સંપાદિત કરી હતી.

યોગી આદિત્યનાથ સરકારે 2005 થી સમાજવાદી પાર્ટીના સાંસદની લોકશાહી ફાઇટર પેન્શન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.ખાનને કટોકટી દરમિયાન 1975 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મુલાયમસિંહ સરકાર દ્વારા ‘લોકશાહી લડવૈયા’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા બાદ તેમને દર મહિને 20,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા.એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જગદંબા પ્રસાદ ગુપ્તાએ આઈએએનએસને જણાવ્યું હતું કે એસપી સાંસદ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ પેન્ડિંગ હોવાને કારણે જિલ્લામાં પેન્શન રોકી દેવામાં આવ્યું છે.