Not Set/ આઝમ ખાનનાં વિવાદિત બોલ, ભાજપા સાંસદને કહ્યુ મન કરે છે કે તમારી આંખોમાં ખોવાઇ જાઉ

સપા સાંસદ આઝમ ખાન અને વિવાદનો કોઇ ખાસ સંબંધ હોય તેવુ છેલ્લા ઘણા સમયથી દેખાઇ રહ્યુ છે. એક નવા વિવાદને જન્મ આપતા આઝમ ખાને લોકસભા સ્પીકર પદ પર બેસેલા ભાજપા સાંસદ રમા દેવીને સંબોધિત કરતા કહ્યુ કે, તમે મને એટલા સારા લાગો છો કે મન કરે છે કે તમારી આંખોમાં ખોવાઇ જાઉ. આઝમ ખાનનાં આ […]

India
bjp mp rama devi and sp mp azam khan ani pic 1564049891 આઝમ ખાનનાં વિવાદિત બોલ, ભાજપા સાંસદને કહ્યુ મન કરે છે કે તમારી આંખોમાં ખોવાઇ જાઉ

સપા સાંસદ આઝમ ખાન અને વિવાદનો કોઇ ખાસ સંબંધ હોય તેવુ છેલ્લા ઘણા સમયથી દેખાઇ રહ્યુ છે. એક નવા વિવાદને જન્મ આપતા આઝમ ખાને લોકસભા સ્પીકર પદ પર બેસેલા ભાજપા સાંસદ રમા દેવીને સંબોધિત કરતા કહ્યુ કે, તમે મને એટલા સારા લાગો છો કે મન કરે છે કે તમારી આંખોમાં ખોવાઇ જાઉ.

આઝમ ખાનનાં આ વિવાદિત નિવેદન બાદ ભાજપાનાં નેતાઓ દ્વારા આપત્તિ દર્શાવ્યા પર આઝમએ પોતાના નિવેદનથી ગુલાટી મારતા રમા દેવીને પોતાના બહેન બતાવ્યા અને કહ્યુ કે, તે તેમની બહુ ઇજ્જત કરે છે. આઝમ ખાને કહ્યુ કે, તે મારી બહેન સમાન છે, માંફી કઇ વાતની માંગવી જોઇએ. તેમના આ નિવેદન પર રવિશંકર પ્રસાદએ આપત્તિ દર્શાવતા કહ્યુ કે સભ્યને પોતાના આ નિવેદન પર માંફી માંગવી જોઇએ. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે, કોઇ સભ્યએ ક્યારે પણ સ્પીકરનાં વિરુદ્ધ આવા શબ્દોનો પ્રયોગ કર્યો નથી. તેમણે આ નિવેદન પર માંફી માંગવી જોઇએ. બાદમાં આઝમ ખાનનાં પક્ષમાં ટીએમસીનાં સાંસદ સૌગત રાયએ કહ્યુ કે, સભ્ય માત્ર બિલ વિશે બોલી રહ્યા હતા, ત્યારે સત્તાપક્ષ તરફથી હંગામો થવા લાગ્યો હતો.

જેના પર સ્પીકરે કહ્યુ કે, આ તરફ દેખીને બોલો. સૌગત રાયએ કહ્યુ કે, સભ્યોમાં મુસ્લિમ સભ્યોનાં બોલવા પર સત્તાધારી પક્ષનાં લોકો હંગામો કરશે તો કેવી રીતે ચાલશે. સંસદિય કાર્યમંત્રીએ કહ્યુ કે, આઝમ ખાનનો ભાવ અને શબ્દ સારા નથી અને તેમણે માંફી માગવી જોઇએ. આઝમ ખાનનાં નિવેદન પર ભાજપનાં સાંસદ ઘણો હંગામો કરી રહ્યા હતા. બાદમાં ઓમ બિડલા આસન પર આવ્યા અને તેમણે સમગ્ર હંગામાને શાંત કરવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આઝમ ખાન દ્વારા આ પહેલાવાર નથી કે કોઇ મહિલા વિશે આપત્તિજનક વાણી વિલાસ કર્યા હોય, આ પહેલા પણ ભાજપા સાંસદ જયા પ્રદા વિશે તે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી ચુક્યા છે. ખાનનાં નિવેદન પર અન્ય નેતાઓ તેમને સલાહ પણ આપી રહ્યા છે કે તેઓ મહિલાઓનો આદર કરતા શીખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.