Maharashtra/ રેસ્ટોરન્ટ માલિકે મહિલાને મોતને ઘાટ ઉતારી, કામ પર પરત ફરવા…

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાનો 20 વર્ષનો પુત્ર સચિન જ્યારે તેને બચાવવા ગયો તો આરોપીએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. મહિલા ગંભીર હાલતમાં હતી દરમિયાન………

India
Image 2024 05 12T160255.268 રેસ્ટોરન્ટ માલિકે મહિલાને મોતને ઘાટ ઉતારી, કામ પર પરત ફરવા...

Maharashtra News: મહારાષ્ટ્રના જાલના જીલ્લામાં 40 વર્ષીય એક મહિલાની છરી વડે હુમલો કરી હત્યા કરી દેવાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે રામનગર વિસ્તારમાં બની હતી. પોલીસે 45 વર્ષીય આરોપી ગણેશ કટકડેની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, મહિલાએ આરોપીની રેસ્ટોરન્ટમાં નોકરી છોડી દીધી હતી. પરંતુ તેના માલિકો તેને ફરી કામ પર આવવા દબાણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, કટકડે નશાની હાલતમાં હતો. જ્યારે મહિલાએ કામ પર આવવા મનાઈ કરી તો આરોપીએ ચાકુ વડે હુમલો કરી દીધો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાનો 20 વર્ષનો પુત્ર સચિન જ્યારે તેને બચાવવા ગયો તો આરોપીએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. મહિલા ગંભીર હાલતમાં હતી દરમિયાન તેને દમ તોડ્યો. મૌજપુરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેચ દરમિયાન પ્રેક્ષકો વચ્ચેથી ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ધરપકડ

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ધો.10નું 74.57 ટકા પરિણામ