આતંકવાદી/ મસૂદ અઝહરે તાલિબાનોની જીત પર ખુશી વ્યકત કરી, તેણે કાશ્મીર મામલે શું કહ્યું…

મસૂદ અઝહરે એવો પણ દાવો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદને અફઘાનિસ્તાનના એક કે બે પ્રાંતોમાં ચીફ અથવા ડેપ્યુટી ચીફની જવાબદારી મળી શકે  છે.

Top Stories
મસૂદ

મસૂદ અઝહર જૈસે મોહમ્દનાે સ્થાપક છે તેમના જેવા અનેક આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત પર આનંદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર પણ આ યાદીમાં સામેલ થયા  છે. મસૂદ એ યુએસ સમર્થિત અફઘાન સરકારના પતન પર ખુશી વ્યક્ત કરી હતી. 16 ઓગસ્ટના રોજ ‘મંઝિલ કી તરાર’ નામના લેખમાં જૈશના સ્થાપકએ અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોની જીત માટે  આભાર માન્યો હતો. આ લેખમાં મસૂદ અઝહરે એવો પણ દાવો કર્યો છે કે જૈશ-એ-મોહમ્મદને અફઘાનિસ્તાનના એક કે બે પ્રાંતોમાં ચીફ અથવા ડેપ્યુટી ચીફની જવાબદારી મળી શકે  છે. સાથે જ જૈશના સભ્યોને ભવિષ્યમાં કાશ્મીર માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

એવું કહેવાય છે કે બહાવલપુર સ્થિત જૈશના મરકઝમાં તેના સભ્યો વચ્ચે એક ખાસ સંદેશ પણ મોકલવામાં આવી રહ્યો છે. આ સંદેશમાં, જૈશના સભ્યોને તાલિબાનની જીત પર આનંદ કરવા અને ખુદાનો આભાર માનવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, જૈશના સભ્યોને ભવિષ્યમાં કાશ્મીરની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, જૈશ નાટો દળો અને અફઘાન નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ફોર્સ સામેની લડાઈમાં તાલિબાનને સપોર્ટ કરી રહ્યું છે. આ કારણે તેની જીત પર જૈશમાં ખુશીનું વાતાવરણ છે.

અગાઉ પણ અલ-કાયદાની યમન શાખાએ પણ તાલિબાનની જીત પર અભિનંદન સંદેશો આપ્યા છે. તે જ સમયે, તેમણે લશ્કરી કામગીરી ચાલુ રાખવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાલિબાને 1996 થી 2001 વચ્ચે અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનને આશરો આપ્યો હતો. દરમિયાન, નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન આતંકવાદને આશ્રય આપી શકે છે.

લોકડાઉન / શ્રીલંકામાં કોરોનાની ત્રીજી લહેરના લીધે સમગ્ર દેશમાં 10 દિવસનું લોકડાઉન

ગોલ્ડન બોય / નીરજ ચોપરાના નામે આ શહેરમાં હશે સ્ટેડિયમનું નામ…