Cricket/ અઝરુદ્દીનનું ચોંકાવનારું નિવેદન, કહ્યુ- આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે રિષભ પંત

ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને રિષભ પંતને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમના મતે રિષભ પંત આગામી દિવસોમાં ભારતીય ટીમનાં કેપ્ટન પણ બની શકે છે.

Sports
Untitled 1 5 અઝરુદ્દીનનું ચોંકાવનારું નિવેદન, કહ્યુ- આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે રિષભ પંત

ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને રિષભ પંતને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમના મતે રિષભ પંત આગામી દિવસોમાં ભારતીય ટીમનાં કેપ્ટન પણ બની શકે છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐયરની જગ્યાએ રિષભ પંતની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. જણાવી દઇએ કે, શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વનડે મેચમાં તેના ખભામાં ઈજા પહોંચી હોવાના કારણે સિરીઝથી બહાર થઇ ગયો હતો. જેના કારણે તે આઈપીએલમાંથી પણ બહાર થઈ ગયો છે.

Cricket / IPL શરૂ થાય તે પહેલા જ CSK ને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી નહી રમે ટૂર્નામેન્ટ

આપને જણાવી દઇએ કે, અઝહરુદ્દીનનું કહેવું છે કે, જો ભવિષ્યમાં રિષભ પંત પણ ભારત માટે કેપ્ટનશિપ કરતા જોવા મળે તો તેમને નવાઇ નહી લાગે. તેમણે એક ટ્વિટમાં કહ્યું- “રિષભ પંતનાં છેલ્લા કેટલાક મહિનાઓ ઘણા સારા રહ્યા છે. તેણે તમામ ફોર્મેટમાં પોતાને સાબિત કરીને બતાવ્યો છે. ત્યારે જો પસંદગીકારો તેને ભવિષ્યમાં ભારતનાં કેપ્ટન તરીકે જુએ તો નવાઈ નહીં.” તેમની આક્રમક રમત આવનારા ભવિષ્યમાં પણ ભારતને એક સારી સ્થિતિમાં રાખી શકે તેમ છે.” ભારતનાં પૂર્વ ખેલાડી અને કેપ્ટન અઝરૂદ્દીનનાં રિષભ પંતને લઇને આપેલા નિવેદન બાદ કોહલીની કેપ્ટનશીપ પર પણ ચર્ચાઓ થવા લાગી છે. વળી કોહલી ઉપરાંત ટીમનાં હીટમેન કહેવાતા રોહિત શર્મા પણ કેપ્ટનશીપ તરીકે ભારતીય ટીમને ઘણી મેચોમાં જીત અપાવી ચુક્યા છે. ત્યારે આગામી દિવસોમાં કેપ્ટનશીપને લઇને ચર્ચાઓ તેજ થાય તો નવાઇ નહી.

Cricket / શ્રેયસ ઐયરનાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમની સંભાળશે કમાન

આપને જણાવી દઈએ કે, દિલ્હી કેપિટલ્સનાં કોચ, રિકી પોન્ટિંગે પણ રિષભ પંતની કેપ્ટનશીપ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે રિષભ પંતે આ તક પોતાની મહેનતથી મેળવી છે, કારણ કે તેમનું તાજેતરનું પ્રદર્શન એટલું સારું છે કે તે ખૂબ જ વધારે આત્મવિશ્વાસ સાથે આઈપીએલમાં જઇ રહ્યો છે. પોન્ટિંગનું કહેવું છે કે, કેપ્ટનશિપ મળ્યા પછી રિષભ પંત એક વધુ સારા ખેલાડી સાબિત થશે. પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતા પંતે કહ્યું હતું કે, તે દિલ્હીમાં ક્રિકેટ રમીને મોટો થયો છે અને તેની આઈપીએલની સફર 6 વર્ષ પહેલાથી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં આ ટીમનું નેતૃત્વ કરવાનું તેનું સ્વપ્ન હતું. આ સિવાય પંતે કોચિંગ સ્ટાફ અને ટીમનાં સિનિયર ખેલાડીઓની હાજરીનાં મહત્વ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમની કેપ્ટનશીપ હેઠળ આ બધાની મદદ લેવાનું ચાલુ રાખશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ