Not Set/ Me Too પર વર્ષો બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલની બબીતાએ તોડી ચુપ્પી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલની બબીતા​જી એટલે કે મુનમુન દત્તાએ કઇંક એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળી તમે પણ ચોંકી જશો.

Entertainment
1 23 Me Too પર વર્ષો બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલની બબીતાએ તોડી ચુપ્પી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલની બબીતા​જી એટલે કે મુનમુન દત્તાએ કઇંક એવો ખુલાસો કર્યો છે કે જે સાંભળી તમે પણ ચોંકી જશો. પારિવારીક અને કોમેડીથી ભરપૂર સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબીતોનું પાત્ર ભજવતી મુનમુન દત્તાએ પોતે Me Too નો ભોગ બની હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

1 24 Me Too પર વર્ષો બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલની બબીતાએ તોડી ચુપ્પી

બિન્દાસ બોલ / ‘મને પૂછો કે પરિણીત પુરુષ માટે પ્રેમ શું છે’, ઇન્ડિયન આઇડોલ 12 ના સ્ટેજ પર સ્પષ્ટ વક્તા રેખાના બિન્દાસ બોલ

આપને જણાવી દઇએ કે, મુનમુન દત્તાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરીયલમાં બબીતા​​જીની ભૂમિકામાં એક વિશેષ ઓળખ બનાવી છે. તેને દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. Me Too પર તેણે કહ્યું કે, આ મારી સાથે પણ થયું છે. આપને જણાવી દઈએ કે, થોડા વર્ષો પહેલા Me Too વિશે મનોરંજન ઉદ્યોગમાં ધમાલ થઈ ગઇ હતી.

Instagram will load in the frontend.

ઘણા મોટા નિર્માતાઓ, અભિનેતાઓ પર ઘણી અભિનેત્રીઓ Me Too નો ગંભીર આરોપ લગાવ્યો હતો. મુનમુન દત્તાએ વર્ષો પછી આ વાતનો ખુલાસો કર્યો છે. મુનમુન દત્તાએ કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે હું આ ખરાબ તબક્કામાંથી બહાર નીકળી રહી હતી. આજે પણ હું એ સમયને યાદ કરીને ખૂબ નિરાશ થઇ જાઉ છું.

1 25 Me Too પર વર્ષો બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલની બબીતાએ તોડી ચુપ્પી

સિનેમા પર સંકટ! / કોરોનાએ બદલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તસવીર, 2020માં માત્ર 50 મૂવી સિનેમાઘરમાં રિલીઝ

આપને જણાવી દઇએ કે, મુનમુન દત્તાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, Me Too પછી પણ હિંમતપૂર્વક કેવી રીતે આગળ વધવું મહત્વપૂર્ણ છે. ફક્ત તમારી આસપાસનાં લોકો જ આવું કરે છે, જો તમારી સાથે ક્યારેય આવુ થાય છે, તો હારી ન જશો પણ તેની સામે લડો. મુનમુન દત્તાએ વધુમાં કહ્યું છે કે, આ તમારી માતા, બહેન અથવા તો ઘરની નોકરાણીની સાથે પણ થઈ શકે છે.

Instagram will load in the frontend.

આવી સ્થિતિમાં તેમનો સાથ આપો. અને દોષીઓને સજા અપાવવામાં મદદ કરો. મુનમુને વધુમાં કહ્યું કે આવી બાબતો મને ઇમોશનલ કરી દે છે, પરંતુ હું આ બધું એટલા માટે લખી રહી છું કે હુ ઇચ્છુ છુ કે હવેથી આવુ કોઈની પણ સાથે ન થાય. ઇન્સ્ટાગ્રામ પર મુનમુનનાં લાખો ફોલોવર્સ છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ