પશ્ચિમ બંગાળ/ બાબુલ સુપ્રિયો જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- હું સાંસદ રહીશ પણ રાજનીતિ નહીં કરું

બે દિવસ પહેલા બાબુલ સુપ્રિયોએ જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણ છોડી દેશે અને સાંસદ પદેથી રાજીનામું આપશે. હવે તેમણે કહ્યું કે તેઓ સાંસદ રહેશે પરંતુ રાજનીતિ નહીં કરે.

Top Stories India
pm modi 6 બાબુલ સુપ્રિયો જેપી નડ્ડાને મળ્યા, કહ્યું- હું સાંસદ રહીશ પણ રાજનીતિ નહીં કરું

રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા. આ બેઠક બાદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે તેઓ સાંસદ પદે ચાલુ રહેશે. પરંતુ રાજકારણ નહીં કરે. આ સાથે, તેમણે કહ્યું કે તેઓ કોઈપણ પાર્ટીમાં પણ જશે નહીં અને સામાજિક કાર્ય કરવાનું ચાલુ રાખશે. બાબુલ સુપ્રિયોએ કહ્યું કે સાંસદ એક બંધારણીય પદ છે.

સાંસદનો બંગલો ખાલી કરશે – બાબુલ સુપ્રિયો

બાબુલ સુપ્રિયોએ કહ્યું, “હું પશ્ચિમ બંગાળના આસનસોલમાં બંધારણીય રીતે (સાંસદ તરીકે) કામ કરવાનું ચાલુ રાખીશ. હું અન્ય કોઇ પાર્ટીમાં જોડાઇશ નહીં. હું દિલ્હીમાં સાંસદનો બંગલો ખાલી કરીશ અને સુરક્ષા કર્મીઓને જલ્દીથી તેમની ફરજમાંથી મુક્ત કરીશ.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા બાબુલ સુપ્રિયોએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણ છોડી રહ્યા છે અને સાંસદ પદેથી રાજીનામું આપશે. તેઓ પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે.

રાજકારણ છોડવાની ઘોષણા સાથે, બાબુલ સુપ્રિયોએ સંકેત આપ્યો હતો કે આ નિર્ણય અંશત તેમના મંત્રીપદની ખોટ અને ભાજપના પશ્ચિમ બંગાળ એકમના નેતૃત્વ સાથેના મતભેદોને કારણે છે. 2014 થી નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી (MoS) તરીકે અનેક ખાતા સંભાળનારા સુપ્રિયોને મોદી કેબિનેટ ફેરબદલ દરમિયાન પડતા મૂકવામાં આવ્યા હતા.

કચ્છ / ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની સગીર ઝડપાયો

બાબુલ સુપ્રિયોએ પોતાની ફેસબુક પોસ્ટમાં શું કહ્યું?

સુપ્રિયોએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગોઇંગ બાય. મારા માતાપિતા, પત્ની, મિત્રો સાથે વાત કરી અને તેમની સલાહ સાંભળ્યા પછી, હું કહી રહ્યો છું કે હું જઈ રહ્યો છું. હું અન્ય કોઈ પક્ષમાં જઈ રહ્યો નથી – તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ, સીપીઆઈ (એમ), ક્યાંય નહીં. હું ખાતરી આપું છું કે મને કોઈએ બોલાવ્યો નથી. હું ક્યાંય જતો નથી. હું એક ટીમ ખેલાડી છું! હંમેશા મોહન બગાનની એક ટીમને ટેકો આપ્યો છે – માત્ર એક જ પક્ષ સાથે રહ્યો છે – ભાજપ પશ્ચિમ બંગાળ. સરળ રીતે !! હું જાવું છું.”

મોટો ખુલાસો / ચીનની વુહાન માંસ બજારમાંથી નહીં લેબમાંથી લીક થયેલો કોરોના, ટ્રમ્પની પાર્ટીએ જાહેર કર્યો રિપોર્ટ

પેટા ચૂંટણી / ગાંધીનગર મનપા, જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર યોજાશે ચૂંટણી