Cricket/ બાબર આઝમે કોહલીને આપ્યો મોટો ઝટકો, વનડે માં વિરાટની બાદશાહતનો લાવ્યો અંત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધુ છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હવે આ સ્થાન પર પોતાનુ નામ નોંધાયુ છે.

Sports
mmata 126 બાબર આઝમે કોહલીને આપ્યો મોટો ઝટકો, વનડે માં વિરાટની બાદશાહતનો લાવ્યો અંત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવી દીધુ છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હવે આ સ્થાન પર પોતાનુ નામ નોંધાયુ છે. બાબર તેના દેશમાંથી રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરનાર ચોથો ખેલાડી બન્યો છે.

mmata 129 બાબર આઝમે કોહલીને આપ્યો મોટો ઝટકો, વનડે માં વિરાટની બાદશાહતનો લાવ્યો અંત

IPL / રાજસ્થાનનેે લાગ્યો મોટો ઝટકો, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ટૂર્નામેેન્ટથી થયો બહાર

26 વર્ષીય બાબરે સેન્ચુરિયન ખાતે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની અંતિમ મેચમાં 82 બોલમાં 94 રન બનાવ્યા હતા, જેણે તેને 13 રેટિંગ પોઇન્ટમાં મદદ કરી હતી અને તે 865 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. કોહલી 1,258 દિવસ સુધી બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર રહ્યો હતો, જે ત્રણ વર્ષથી વધુનો સમય હતો. બાબરે પાકિસ્તાનનાં ઝહીર અબ્બાસ (1983–84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યુસુફ (2003) જેવા વનડે બેટ્સમેનની જેમ વન ડે માં નંબર એકની પદવી હાંસલ કરી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે બાબરે હવે કોહલી (857 પોઇન્ટ) પર આઠ પોઇન્ટની લીડ બનાવી છે.

IPL / કોહલીને આઉટ થયા પછી આવ્યો એટલો ગુસ્સો, ખુર્સીને મારી દીધુ બેટ

સાઉથ આફ્રિકા સામેની શ્રેણી પહેલા બાબર પાસે 837 રેટિંગ પોઇન્ટ હતા, પરંતુ તે પ્રથમ મેચમાં 103 રનની ઇનિંગ્સ સાથે 858 પોઇન્ટ્સ (કોહલી કરતા વધુ) સુધી પહોંચી ગયો હતો. બીજી વનડેમાં 32 નાં સ્કોર સાથે, તે અગાઉનાં સાપ્તાહિક રેન્કિંગમાં 852 પોઇન્ટ પર સરકી ગયો હતો. બાબરે ટેસ્ટમાં શ્રેષ્ઠ પાંચમું સ્થાન મેળવી ચુક્યો છે અને હાલમાં તે છઠ્ઠા સ્થાને છે, જ્યારે તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ત્રીજા સ્થાને છે જો કે આ પહેલા તે પ્રથમ નંબર પર પણ રહ્યો છે. ડાભા હાથનો ઓપનર ફખર ઝમાન બીજો પાકિસ્તાની બેટ્સમેન છે જે તેની 101 રનની ઇનિંગ્સથી પાંચ સ્થાનનો ઉછાળો કરી કારકિર્દીનાં શ્રેષ્ઠ સાતમાં સ્થાન પર પહોંચ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ