ધર્મ વિશેષ/ હનુમાનજીએ આવી રીતે તોડ્યું હતું બલારામજીનું અભિમાન 

બલરામજીએ પોતે તેમને એક સાધારણ વાનર માની અને તેમની ગદા લીધી અને તેને બગીચામાંથી  વાનર ને ભગાડવા માટે જાય છે. ઘણી ચેતવણીઓ આપ્યા પછી પણ, જ્યારે હનુમાનજી બગીચામાંથી  નથી ખસતા ત્યારે બલરામજીએ તેમની ગદા બહાર કાઢી. 

Dharma & Bhakti
bag 2 6 હનુમાનજીએ આવી રીતે તોડ્યું હતું બલારામજીનું અભિમાન 

મહાભારત કાળમાં એટલે કે દ્વાપર યુગમાં હનુમાનની હાજરી અને તેની શકિતનું વર્ણન છે. રામાયણના સમયગાળા દરમિયાન પણ હનુમાનજીએ ઘણા મહાન મહાબલિઓનું ગૌરવ તોડ્યું હતું. પછી તે રાવણ હોય, મેઘનાદ હોય કે બાલી. ખુદ લક્ષ્મણજી મહાબાલી હનુમાનની શક્તિને માનતા હતા. લક્ષ્મણજીને શેષાવતાર માનવામાં આવે છે. તે પછી મહાભારત કાળમાં બલારામજી તરીકેજન્મ લીધો હોવાનું કહેવાયછે.  તે પછી પણ તેમને શક્તિશાળી હોવાનો ગર્વ હતો.

બલારામજીએ દ્વારિકામાં ઘણા રાક્ષસો અને અસુરોનો વધ કર્યો. તેમને તેમના હાથ, ગદા અને હળ પર ખૂબ ગર્વ હતો. એકવાર, તેણે પૌન્દ્રીક દ્વારા મોકલેલા વિશાળ વાંદરાને હરાવી અને પરાજિત કર્યો હતો. અને તેને  એક મુક્કાથી મારી નાખ્યો હતો. તેની હત્યા કર્યા પછી બલરામજીનો અહંકાર સાતમા આસમાને પહોચી ગયો હતો.

જ્યારે બલરામજીએ તેમના એક મુક્કાથી વિશાળકાય વાનર દ્વિતની હત્યા કરી, ત્યારે તેમને તેની તાકાત પર ખુબ ગર્વ હતો. પછી શ્રી કૃષ્ણના કહેવા પર, હનુમાનજી ગાંધામદન પર્વત પરથી ઉડાન ભરી આવ્યા અને દ્વારિકાના બગીચામાં પ્રવેશ્યા. દ્વારકાનો બગીચો સૌથી સુંદર હતો. તેમણે દ્વારિકાના  બગીચાને તે જ રીતે નાશ કરવાનું શરૂ કર્યું જે રીતે તેમણે રાવણના બગીચાને નષ્ટ કરી દીધું હતું.

बलराम और हनुमान जी का युद्ध | Jai Shree Krishna | BALRAM VS HANUMAN YUDH -  YouTube

દ્વારકાના બગીચામાં, તેમણે ફળ ખાવા સાથે ઝાડ ને પણ જડમુળથી ઉખેડી નાખી ફેંકવાનું શરુ કર્યું.  ઘણા સૈનિકોએ તેમને આવું કરતા અટકાવ્યા.  પરંતુ તેઓ સૈનિકોનું ક્યાં સાંભળવાના હતા.  આખરે,  સૈનિકોએ બલારમજી ને કહ્યું કે એક વાંદરો અમારા બગીચામાં ઘુસી ગયો છે અને તોડફોડ કરી રહ્યો છે. આ સાંભળીને બલરામજી ગુસ્સે થઈ ગયા અને સૈનિકો પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે તમે તુચ્છ વાંદરાને ભગાડી ના શક્યા…?  પછી સૈનિકોએ કહ્યું કે તે ખૂબ સશક્ત છે, અને શક્તિશાળી પણ છે.

रामायण कथा संपूर्ण सुन्दरकाण्ड: हनुमान ने उजाड़ी अशोक वाटिका, हनुमान जी ने  रावण की अशोक वाटिका को किया तहस-नहस,अशोक वाटिका विध्वंस, हनुमान ...

આ સાંભળીને બલરામજીએ પોતે તેમને એક સાધારણ વાનર માની અને તેમની ગદા લીધી અને તેને બગીચામાંથી  વાનર ને ભગાડવા માટે જાય છે. ઘણી ચેતવણીઓ આપ્યા પછી પણ, જ્યારે હનુમાનજી બગીચામાંથી  નથી ખસતા ત્યારે બલરામજીએ તેમની ગદા બહાર કાઢી.  પછી હનુમાનજી સાથે  યુદ્ધ થયું. લડતી વખતે, બલરામજી થાકવા ​​લાગ્યા અને હાંફી ગયા અને તેઓ આ વાનરને કેવી રીતે કાબૂમાં રાખવા તે સમજી શક્યા નહિ.

Sunder Kand – Lord Hanuman (Ramayana) – freeflow

કંટાળીને પરાજિત થયા પછી તેમણે કહ્યું, સાચું કહો, હે વાનર તમે કોણ છો..? નહીં તો મારે મારો હળ લાવવો પડશે.  આવી સ્થિતિમાં હનુમાનજી ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે અને કહે છે કે ભગવાન કોઈ સમાધાન હોય તો જણાવો.  હવે મારે શું કરવું જોઈએ?

આ માનસિક સંદેશ સાંભળીને, પછી શ્રી કૃષ્ણ અને રૂક્મિણી બંને ત્યાં હાજર થાય છે અને બલરામજીને કહે છે કે તે હનુમાનજી છે, પવનપુત્ર છે. બલરામજી આ સાંભળીને ચોંકી ગયા અને પછી તેઓ હનુમાનજીની માફી માંગે છે અને કબૂલ કરે છે કે હા મને મારી ગદા પર ગર્વ હતો. જય હનુમાન.