સૂર્ય ગોચર/ સૂર્યગ્રહણ બાદ આ રાશિઓના જાતકોને ફાયદો થશે

Astrology : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં હિંદુ નવા વર્ષની પ્રથમ અમાસ 8 એપ્રિલે છે. આ અમાસની તિથિ સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ સોમવતી અમાવસ્યાના દિવસે થવાનું છે. સૂર્ય ગ્રહણના થોડા જ દિવસો બાદ સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલવાના છે. જ્યોતિષ અનુસાર સૂર્ય ભગવાન 13 એપ્રિલ શનિવારે રાત્રે 9.15 કલાકે […]

Dharma & Bhakti Religious Rashifal
Beginners guide to 2024 04 07T172533.018 સૂર્યગ્રહણ બાદ આ રાશિઓના જાતકોને ફાયદો થશે

Astrology : વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં હિંદુ નવા વર્ષની પ્રથમ અમાસ 8 એપ્રિલે છે. આ અમાસની તિથિ સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ સોમવતી અમાવસ્યાના દિવસે થવાનું છે. સૂર્ય ગ્રહણના થોડા જ દિવસો બાદ સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલવાના છે. જ્યોતિષ અનુસાર સૂર્ય ભગવાન 13 એપ્રિલ શનિવારે રાત્રે 9.15 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન મેષ રાશિમાં રહેશે. એટલે કે 14 મેના રોજ સૂર્ય ભગવાન મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

વૃષભ

સૂર્યગ્રહણ બાદ સૂર્યદેવનો મેષ રાશિમાં પ્રવેશ કરવાથી અનેક લાભ થશે. આવી સ્થિતિમાં વૃષભ રાશિવાળા લોકોની આવક વધી શકે છે. આ સાથે ધન કમાવવાના નવા સ્ત્રોત પણ બનશે. સૂર્યનું રાશિ પરિવર્તન નોકરીયાત લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમને તમારી નોકરીમાં અચાનક પ્રમોશન મળી શકે છે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. તેમજ સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે સૂર્યની રાશિમાં પરિવર્તન ઘણી રીતે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિવાળા લોકોના જીવનમાં સમૃદ્ધિ આવશે. ઉપરાંત, થોડા દિવસો પછી જ દુઃખનો અંત આવશે. સૂર્યદેવના આશીર્વાદથી તમને વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને મોટો ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે. કરિયરમાં અચાનક બદલાવ આવશે.

તુલા

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનું છે. સૂર્ય ભગવાનની કૃપાથી તમને જીવનમાં આગળ વધવાની ઘણી તકો મળશે. તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. નવા કામ કરવાની તક પણ મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે અને વિદેશ જવાની ઈચ્છા છે, તે જલ્દી જ પૂરી થઈ શકે છે. જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો

આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો