Not Set/ બનાસકાંઠા: ડમી ફૂ઼ડ અધિકારી બનીને પૈસા પડાવતી ગેંગ સક્રિય,મિડીયાને બોલાવવાની વાત કરતાં ભાગ્યાં

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદમાં ડમી ફૂડ અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. સ્વીટ માર્ટ નાસ્તા હાઉસમાં આ ડમી અધિકારીઓ આવ્યા હતા અને હજારો રૂપિયાની માંગ કરી હતી. આ ડમી અધિકારીઓએ ગ્રાહક સુરક્ષા તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની ઓળખ આપીને દુકાનદારોને ડરાવીને ધમકાવ્યા હતા. જો પૈસા નહિં આપો તો દુકાનને સીલ મારી દેવામાં આવશે તેમ […]

Top Stories Gujarat Others Videos
mantavya 78 બનાસકાંઠા: ડમી ફૂ઼ડ અધિકારી બનીને પૈસા પડાવતી ગેંગ સક્રિય,મિડીયાને બોલાવવાની વાત કરતાં ભાગ્યાં

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદમાં ડમી ફૂડ અધિકારીની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. સ્વીટ માર્ટ નાસ્તા હાઉસમાં આ ડમી અધિકારીઓ આવ્યા હતા અને હજારો રૂપિયાની માંગ કરી હતી.

આ ડમી અધિકારીઓએ ગ્રાહક સુરક્ષા તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની ઓળખ આપીને દુકાનદારોને ડરાવીને ધમકાવ્યા હતા. જો પૈસા નહિં આપો તો દુકાનને સીલ મારી દેવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

આ દરમિયાન દુકાનદારોએ મિડીયા બોલાવવાની વાત કરતાં આ ડમી અધિકારીઓ રિક્ષામાં ભાગી ગયા હતા. આ બન્ને ડમી અધિકારીની ઓળખ મુકેશભાઈ બારોટ,તેમજ જયેશભાઇ પટેલના નામે થઇ છે.

ત્યારે આ મામલે પોલીસ દ્વારા બન્ને ડમી અધિકારીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુકેશ બારોટ કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યો હતો.