Accident/ રેલ ક્રોસિંગ પર 11ના મોત, ટ્રેન એક KM સુધી વાહન ખેંચી ગઈ

તમામ મૃતકો હાથજરી ઉપજાના અમન બજાર વિસ્તારમાં સ્થિત ‘R&J પ્લસ’ નામના કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. મૃત્યુ પામેલા ચાર શિક્ષકો જીસાન, સાજીબ, રાકીબ અને રેડવાન હતા. આ તમામ લોકો માઈક્રોબસમાંથી ધોધ જોઈને પરત ફરી રહ્યા હતા.

Top Stories World
bangladesh રેલ ક્રોસિંગ પર 11ના મોત, ટ્રેન એક KM સુધી વાહન ખેંચી ગઈ

બાંગ્લાદેશ(bangladesh)માં ટ્રેનની ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. આ તમામ લોકો માઈક્રોબસ(microbus) માંથી ધોધ જોઈને પરત ફરી રહ્યા હતા. આ ઘટના ચટ્ટોગ્રામના મીરશારે ઉપજિલ્લાની છે. ઘટના સમયે રેલવે ક્રોસિંગનો ફાટક ખુલ્લો હતો, જેથી ડ્રાઈવરે ટ્રેન તરફ ધ્યાન આપ્યું ન હતું. અકસ્માત બાદ ટ્રેન બસને એક કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા 9 મુસાફરોની ઓળખ થઈ ગઈ છે. તમામ મૃતકો હાથજરી ઉપજાના અમન બજાર વિસ્તારમાં સ્થિત ‘R&J પ્લસ’ નામના કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. મૃત્યુ પામેલા ચાર શિક્ષકો જીસાન, સાજીબ, રાકીબ અને રેડવાન હતા. બાકીના પાંચની ઓળખ હિશામ, આયત, મારુફ, તસ્ફિર અને હસન સ્ટુડન્ટ તરીકે થઈ હતી. આ તમામ SSC અને HSC ની તૈયારી કરી રહ્યા હતા.

આ 6 લોકો ઘાયલ થયા છે…

છ ઘાયલોમાં માઈક્રોબસ હેલ્પર તૌકીદ ઈબ્ન શૌન, ધોરણ 11ના વિદ્યાર્થીઓ મોહમ્મદ માહિમ, તનવીર હસન હૃદોય, મોહમ્મદ ઈમોન અને SSC ઉમેદવારો તશ્મીર પાબેલ અને મોહમ્મદ સૈકોટનો સમાવેશ થાય છે.

 ટ્રેન અચાનક આવી

હાથજરી ઉપજિલ્લા નિરબાહી અધિકારી (યુએનઓ) શાહિદુલ આલમે જણાવ્યું કે આ દુર્ઘટના લગભગ 12.45 કલાકે થઈ હતી. માઇક્રોબસ રેલવે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચટ્ટોગ્રામ જતી પ્રભાતી એક્સપ્રેસ ટ્રેન સામેથી આવી હતી. આ ઘટનામાં બસ ટ્રેન સાથે અથડાઈ હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે માઇક્રોબસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો મીરસરાઈના ખાયાછરા ધોધથી પરત ફરી રહ્યા હતા. અગાઉ બપોરે, રેલ્વે અધિકારીઓએ ઘટનાની તપાસ માટે રેલ્વેના ડિવિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (પૂર્વ ઝોન) અન્સાર અલીની આગેવાની હેઠળ પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. રેલવે (ઈસ્ટર્ન ઝોન)ના જનરલ મેનેજર જહાંગીર હુસૈને આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સમિતિને વહેલી તકે રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

ढाका

તપાસ સમિતિની રચના

સમિતિના અન્ય ચાર સભ્યોમાં ડિવિઝનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર-1 અબ્દુલ હમીદ, ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર ઝાહિદ હસન, રેલવે પ્રોટેક્શન ફોર્સના કમાન્ડન્ટ રેઝાનુર રહેમાન અને ડિવિઝનલ મેડિકલ ઓફિસર અનવર હુસૈનનો સમાવેશ થાય છે. મીરસરાઈ રેલ્વે પોલીસ સ્ટેશનના ઓફિસર ઈનચાર્જ (OC) નાઝીમ ઉદ્દીને જણાવ્યું કે રેલ્વે પોલીસે શુક્રવારે સાંજે લગભગ 6 વાગે રેલ્વે ગેટમેન સદ્દામ હુસૈનની ધરપકડ કરી હતી. મીરશારે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે જઈને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો.

માઇક્રોબસ એક કિલોમીટર સુધી ખેંચાઈ

માઇક્રોબસમાં સવાર અન્ય ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. તેને ચટ્ટોગ્રામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓ ખાયાછરા વોટર ફોલ્સ જોયા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે ઢાકા જતી પ્રોભાતી એક્સપ્રેસ ટ્રેન તેમની માઇક્રોબસ સાથે અથડાઈ અને તેમને લગભગ એક કિલોમીટર સુધી ખેંચી ગઈ.