Strike/ ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચે દેશભરની બેંક કર્મીઓની હડતાલ, યુનાઇટેડ ફોરમ દ્વારા જાહેરાત

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સંપત્તિનું ખાનગીકરણ કરવા જઈ રહી છે જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો નો પણ સમાવેશ થાય છે.તેનો બેંક કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે,આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને યુવાનોની સમસ્યાઓ

India
bank strike ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચે દેશભરની બેંક કર્મીઓની હડતાલ, યુનાઇટેડ ફોરમ દ્વારા જાહેરાત

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સંપત્તિનું ખાનગીકરણ કરવા જઈ રહી છે જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો નો પણ સમાવેશ થાય છે.તેનો બેંક કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે,આ ઉપરાંત સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર, અનિયમિતતા અને યુવાનોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવા માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને દ્વારા આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. 15 અને 16 માર્ચની દેશભરની બેંકો  હડતાલમાં ભાગ લેશે. આ વખતે પ્રથમ વખત યુવાનોની હલ્લાબોલ સંસ્થાના માધ્યમથીયુવાનોએ પણ આ હડતાળને ટેકો આપ્યો છે યુવાનોના નેતા જણાવી રહ્યા છે કે યુવાનો માટે રોજગારની તકોમાં ઘટાડો કરી રહ્યો છે. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓમાં સતત ઘટાડો થવાને કારણે યુવાનોની કારકિર્દી નષ્ટ થઈ રહી છે.

Corona effect / મહારાષ્ટ્રમાં કોરોના બ્લાસ્ટ, 14,317 કેસ નોંધાતા ફરી લોકડાઉનની શક્યતા

bank 5 ખાનગીકરણના વિરોધમાં 15 અને 16 માર્ચે દેશભરની બેંક કર્મીઓની હડતાલ, યુનાઇટેડ ફોરમ દ્વારા જાહેરાત

Corona Update / દેશમાં કોરોનાના સેકન્ડ વેવની આફત : 24 કલાકમાં 23,000થી વધુ કેસ જ્યારે રિકવરી 14,000 થી વધુ

સંસ્થાના સંયોજક અનુપમ ના જણાવ્યા પ્રમાણેયુવા જૂથ, બેંક યુનિયનોના સંયુક્ત પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવતા પ્રતિકાર કાર્યક્રમને સમર્થન આપે છે. યુનિયનોએ નિર્ણય લીધો છે કે 9 માર્ચ, મંગળવારે, બેંકના ખાનગીકરણ સામે ટ્વિટર અભિયાનનું રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આ પછી, 15 અને 16 માર્ચે દેશભરની બેંકોમાં બે દિવસીય હડતાલ થશે.

Big fund transfers may need bank visits

China / આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ચીને લોન્ચ કર્યો વાયરસ પાસપોર્ટ, આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ

દેશના યુવાનો છેલ્લા ઘણા દાયકાઓથી ભારતના વિકાસ અને સમૃદ્ધિના કરોડરજ્જુ એવા બેન્કરો સાથે ઉભા છે. મોદી સરકાર દ્વારા ભારતના આર્થિક સ્વતંત્રતા પર થયેલા હુમલાથી માત્ર કેટલાક બેન્કરો જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકને અસર થશે, જેના હેતુથી કેટલાક મૂડીવાદીઓને લાભ મળે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મોટા ધનકુબેરો  લોન લઈને પૈસા પરત ન કરતા અને બેંક પડી ભાંગી ત્યારે આ સરકારી બેંકોએ સામાન્ય લોકોની મહેનતથી પૈસા બચાવ્યા છે. સૌથી તાજેતરનું ઉદાહરણ યસ બેંકનું છે, જેના ખાતા ધારકોને એસબીઆઇ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…