Not Set/ બારડોલી : બસ ગામમાં ન આવતા વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ

બારડોલીનાં ભટલાવ તાલુકાનાં કિકવાડ ગામમાં આજે હલ્લાબોલનાં દ્રશ્યો સર્જાયા હતા. અહી 7 જેટલી બસોને વિદ્યાર્થીઓ દ્વારા રોકવામા આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, અહી પહેલા બસો આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી બસોનું આવવાનું બંધ થતા અમને ભારે તકલીફો પડી રહી છે. ભટલાવ તાલુકાનાં કિકવાડ ગામમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા છે જયા બસોનાં રૂટ બંધ થવાથી […]

Gujarat Others

બારડોલીનાં ભટલાવ તાલુકાનાં કિકવાડ ગામમાં આજે હલ્લાબોલનાં દ્રશ્યો સર્જાયા હતા. અહી 7 જેટલી બસોને વિદ્યાર્થીઓ દ્વારા રોકવામા આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, અહી પહેલા બસો આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી બસોનું આવવાનું બંધ થતા અમને ભારે તકલીફો પડી રહી છે.

ભટલાવ તાલુકાનાં કિકવાડ ગામમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા છે જયા બસોનાં રૂટ બંધ થવાથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફો પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ હાઇ વે પર આવીને આ બસોને રોકી હતી. મોટા ભાગની બસોને અટકાવ્યા બાદ તંત્ર દોડતુ થયુ હતુ અને બારડોલીનાં એટીએસે એ ત્યા આવીને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે તેમણે બે બસોને કિકવાડ આવશે તેવી પણ વાત કરી હતી. તેમ છતા વિદ્યાર્થીઓ વધુ બસોની માંગણી કરી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.