Viral Video/ બેટ્સમેને ફટકારી Six, સ્ટેન્ડ પર બેઠી સુંદર છોકરીએ પકડ્યો શાનદાર કેચ, Video

રવિવારની બિગ બેશ લીગ (BBL) માં બ્રિસ્બેન હીટ સામે રમતા, બિલિંગ્સ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે તેની બેટિંગ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ હતુ. 

Sports
છોકરીએ પકડ્યો કેચ

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં ઈંગ્લેન્ડનાં વિકેટકીપર બેટ્સમેન સેમ બિલિંગ્સનું બેટ જોરદાર વરસ્યુ હતુ. રવિવારની બિગ બેશ લીગ (BBL) માં બ્રિસ્બેન હીટ સામે રમતા, બિલિંગ્સ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે તેની બેટિંગ સાથે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યુ હતુ.

આ પણ વાંચો – Viral Video / બેટ્સમેન આઉટ હોવા છતા એમ્પાયર ન આપી શક્યા OUT, જુઓ આ OMG ક્ષણ

આપને જણાવી દઇએ કે, સિડની થંડરનાં વિકેટકીપર-બેટ્સમેને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટથી પાંચ ચોક્કા અને તેટલા જ છક્કા પણ જોવા નિકળ્યા હતા, આઉટ થતા પહેલા બિલિંગ્સે માત્ર 27 બોલમાં 64 રન બનાવ્યા હતા. બિલિંગ્સની આ ધમાકેદાર ઇનિંગ્સને કારણે, સિડની થંડરે બ્રિસ્બેનનાં ગાબા ખાતે પ્રથમ બેટિંગ કરતી વખતે 196/7નો સ્કોર કર્યો હતો. જ્યારે બિલિંગ્સ સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે ફિલ્ડરો મૂક પ્રેક્ષક બની રહ્યા હતા જ્યારે બીજી તરફ સ્ટેન્ડ પર બેઠેલા ચાહકો કેચ લઈ રહ્યા હતા. આ દરમિયાન, બિલિંગ્સનાં એક સિક્સથી સ્ટેન્ડમાં બેઠેલી એક સુંદર છોકરીએ શાનદાર કેચ પકડીને બધાનાં હોશ ઉડાવી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં / ફાઇનલમાં સિંગોપોરના લોહ કીને કિદામ્બી શ્રીકાંતને હરાવીને સિંગલ ટાઇટલ જીત્યું.સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય

આ સાથે જ જો આ મેચની વાત કરીએ તો સિડની થંડરનાં 196 રનનાં જવાબમાં બ્રિસબેન હીટની ટીમ 143 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને સિડનીની ટીમે 53 રનથી મેચ જીતી લીધી હતી.