T20 World Cup/ પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને આપ્યો 119 રનનો Target

જેમા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જે બાદ દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ થઇ હતી. જો કે તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

Top Stories Sports
australia vs south africa

T20 વર્લ્ડકપ ની શરૂઆત થઇ ગઇ છે. જેમા આજે ઓસ્ટ્રેલિયાની મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાઇ રહી છે. જેમા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. જે બાદ દક્ષિણ આફ્રિકાની બેટિંગ શરૂ થઇ હતી. જો કે તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમ 20 ઓવરમાં માત્ર 118 રન જ બનાવી શકી હતી. હવે ઓસ્ટ્રેલિયાને આ મેચ જીતવા માટે 119 રન બનાવવાનાં રહેશે.

australia vs south africa

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય, પ્રથમ બેટિંગ કરતા દ.આફ્રિકાની શરૂઆત ખરાબ

T20 વર્લ્ડકપ 2021 માં સુપર 12 મેચ આજથી શરૂ થઈ છે. ગ્રુપ 1 ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થઇ રહ્યો છે. બન્ને ટીમો વચ્ચેની મેચ અબુ ધાબીનાં શેખ જાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમ વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવતી રહી હતી. તેના કારણે તે નવ વિકેટે માત્ર 118 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 119 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એડન માર્કરામે 40 રન બનાવ્યા હતા. તેના સિવાય કાગિસો રબાડાએ અણનમ 19 અને ડેવિડ મિલરે 16 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન:

ઓસ્ટ્રેલિયા:

એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

દક્ષિણ આફ્રિકા:

ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરામ, રાસી વાન ડેર ડુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, પ્રિટોરિયસ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજે, તબરેઝ શમ્સી.