T20 series/ BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે

Top Stories Sports
Team India for New Zealand T20 Series

Team India for New Zealand T20 Series :   ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ પસંદગી કરવામાં આવી નથી. જ્યારે હાર્દિક પંડ્યા ટીમની કમાન સોંપવામાં આવી છે.  વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલની ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી. બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ બંને ખેલાડીઓ પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે ઉપલબ્ધ નથી. 

29 વર્ષીય વિકેટ કીપર (Team India for New Zealand T20 Series)   બેટ્સમેન જીતેશ શર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટ કીપર હશે. આ પહેલા સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયા બાદ તેને શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં પણ તક મળી હતી.  લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી પર કામ કરી રહેલા ઓપનર પૃથ્વી શૉને પણ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તક મળી છે. રોહિત-કોહલી ના, રવિન્દ્ર જાડેજા ફિટ નથી બોર્ડે ફરી એકવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં પસંદ કર્યા નથી. જોકે, BCCIએ આ બે દિગ્ગજ ખેલાડીઓને પસંદ ન કરવાનું કારણ જણાવ્યું નથી. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ ફિટ નહોતો. આ કારણે તેને ટીમમાં જગ્યા મળી નથી.

ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા – હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.

ભારત ન્યુઝીલેન્ડ T20 શ્રેણી શેડ્યૂલ

ભારત વિ ન્યુઝીલેન્ડ, 1લી T20 જાન્યુઆરી 27 – રાંચી

ભારત વિ ન્યુઝીલેન્ડ, 2જી T20 જાન્યુઆરી 29 – લખનૌ

ભારત વિ ન્યુઝીલેન્ડ, ત્રીજી અને અંતિમ T20 ફેબ્રુઆરી 01 – અમદાવાદ

Kanjhawala Case/શું અંજલિના મૃત્યુ કેસમાં આરોપીઓ પર લાગશે કલમ ​​302? સીસીટીવી ફૂટેજ બની શકે છે આધાર

Global South Summit/યુએન સુરક્ષા પરિષદમાં પાયાના સુધારાની તાતી જરૂર:પીએમ મોદી