National Herald case/ આવતી કાલે ED સમક્ષ હાજર નહીં થાય સોનિયા ગાંધી પત્ર લખી જણાવી આ વાત

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. આ સંદર્ભમાં ED હેડક્વાર્ટરને સોનિયા ગાંધીનો પત્ર મળ્યો છે

Top Stories India
સોનિયા ગાંધી આવતી કાલે ED સમક્ષ હાજર નહીં થાય સોનિયા ગાંધી પત્ર લખી જણાવી આ વાત

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. આ સંદર્ભમાં ED હેડક્વાર્ટરને સોનિયા ગાંધીનો પત્ર મળ્યો છે. ટૂંક સમયમાં ED આ મામલામાં નવું સમન્સ જારી કરી શકે છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર ED હેડક્વાર્ટરને સોનિયા ગાંધીનો એક પત્ર મળ્યો છે. જેમાં તેમની તબિયતનું કારણ દર્શાવીને 23મી જૂને ED હેડક્વાર્ટરમાં હાજર થવામાંથી મુક્તિ માંગવામાં આવી છે.

સૂત્રોનો દાવો છે કે પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ હાલમાં જ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે અને ડોક્ટરે તેમને સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું છે. તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હેડક્વાર્ટરમાં હાજર રહી શકે તેમ નથી. સૂ

ત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હેડક્વાર્ટરએ સોનિયા ગાંધીના આ પત્રને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે સોનિયા ગાંધીને પૂછપરછ માટે ક્યારે બોલાવવામાં આવે તે અંગે ED ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તેમને નવેસરથી સમન્સ જારી કરશે.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીને આપવામાં આવેલી આ બીજી નોટિસ હતી જેમાં તેઓ સ્વાસ્થ્યના કારણોસર હાજર ન થઈ શક્યા. આ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીના પુત્ર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાકથી વધુ પૂછપરછ કરી છે. સૂત્રોનો દાવો છે કે આ દરમિયાન તેમની પાસેથી લગભગ 100 પ્રશ્નોના જવાબ લેવામાં આવ્યા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં રાહુલ ગાંધીના નિવેદનોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આ મૂલ્યાંકન બાદ તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

આ કેસમાં આરોપ છે કે સોનિયા ગાંધી અને તેમના સહયોગીઓએ એસોસિયેટ જર્નલ લિમિટેડ (AJL)ને ટેકઓવર કરવા માટે યંગ ઈન્ડિયન નામની કંપની બનાવી હતી અને શેલ કંપનીઓ દ્વારા આ કંપનીમાં લોન લેવામાં આવી હતી. કોંગ્રેસે એસોસિએટ જનરલ લિમિટેડને 90 કરોડ રૂપિયાની કથિત લોન આપી હતી.

કોંગ્રેસ દ્વારા યંગ ઈન્ડિયનને આ લોન આપવામાં આવી હતી અને તેના આધારે એસોસિએટ જર્નલ લિમિટેડના મોટા ભાગના શેર સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પાસે ગયા હતા. આરોપ એ પણ છે કે 90 કરોડ રૂપિયાની લોનના બદલામાં યંગ ઈન્ડિયને કોંગ્રેસને માત્ર 50 લાખ રૂપિયા આપ્યા. હાલમાં આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ ચાલી રહી છે.