- વડાપ્રધાન મોદીનાં શિક્ષકનું નિધન
- PM મોદીએ ટ્વિટથી દુખ વ્યકત કર્યુ
- શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન
- PMનાં જીવન ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો:PM
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષકનું નિધન થયું છે. જેના લીધે નરેન્દ્ર મોદીને ભારે દુ:ખ થયું છે . આ વાતની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ વ્યકત કર્યું છે.જીવનમાં ગુરૂનો મહત્વ સવિશેષ હોય છે, તે જીવનના પાઠ શીખવતા હોય છે. એવા નિષ્ઠાવાન શિક્ષકો દેશને ખુબ સારા નાગરિક આપતા હોય છે કે જે ઉચ્ચ હાદ્દા પર બિરાજમાન થતા હોય છે.
મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું.
મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું. pic.twitter.com/QmlJE9o07E
— Narendra Modi (@narendramodi) November 27, 2022
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક રાસબહારી મણિયારનું નિધન થયું છે,શિક્ષકના નિધન પર મોદીએ લખ્યું છે કે જીવનના ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો હતો.મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું.મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું
દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના….
ૐ શાંતિ: || pic.twitter.com/Fazj1uMEin
— Narendra Modi (@narendramodi) November 27, 2022