Not Set/ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર BCCIએ કરી ઇનામી રાશીની ઘોષણા, જુઓ કયા ખેલાડીઓને કેટલા રૂ. મળ્યા ?

માઉન્ટ  મૌન્ગાનુઈ, ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે વધુ એકવાર પરચમ લહેરાવતા વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ પર કબ્જો કર્યો છે. અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. યંગ કેપ્ટન પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમ પૂરી ટુર્નામેન્ટમાં અપરાજય રહી છે. ત્યારે વર્લ્ડકપ જીત્યા બાદ […]

Sports
BCCI વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર BCCIએ કરી ઇનામી રાશીની ઘોષણા, જુઓ કયા ખેલાડીઓને કેટલા રૂ. મળ્યા ?

માઉન્ટ  મૌન્ગાનુઈ,

ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં ભારતીય ટીમે વધુ એકવાર પરચમ લહેરાવતા વર્લ્ડ ચેમ્પિયનના ટાઈટલ પર કબ્જો કર્યો છે. અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. યંગ કેપ્ટન પૃથ્વી શોની કેપ્ટનસી હેઠળ ભારતીય ટીમ પૂરી ટુર્નામેન્ટમાં અપરાજય રહી છે. ત્યારે વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વર્લ્ડ ચેમ્પિયન ટીમને ઇનામી રાશિ આપવાની જાહેરાત કરી છે.

BCCIએ ભારતની અંદર-૧૯ વર્લ્ડકપ હેડ કોચ અને ગુરુ દ્વ્રોણાચાર્ય કહેવાતા રાહુલ દ્રવિડને ૫૦ લાખ રૂપિયા, ટીમના દરેક ખેલાડીઓને ૩૦-૩૦ લાખ રૂપિયા અને ટીમના સપોર્ટ સ્ટાફને ૨૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, અંદર-૧૯ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવી ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા ૨૦૦૦,૨૦૦૮,૨૦૧૨માં ભારત વર્લ્ડકપ જીતી ચુક્યું છે.