Womens IPL/ 6 ટીમ સાથે BCCI સજ્જ છે મહિલા આઈપીએલ શરૂ કરવા

બીસીસીઆઇ લાંબા સમય બાદ womens IPL શરૂ થવા જઈ રહી છે અને છ ટીમ સાથે તેને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Top Stories Sports
womens IPL

ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થયાને 15 વર્ષ થઈ ગયા છે પરંતુ મહિલા ખેલાડીઓ હજુ સુધી આ લીગનો ભાગ નથી. IPL ચાહકો લાંબા સમયથી womens IPLની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે વિગત મળી રહી છે કે  વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની રાહનો અંત ખૂબ ઝડપથી આવી જશે. બીસીસીઆઇ લાંબા સમય બાદ womens IPL શરૂ થવા જઈ રહી છે અને છ ટીમ સાથે તેને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

મળતી વિગત અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું કે અમે આવતા વર્ષથી womens IPLની યોજના પર કામ કરી રહ્યા છીએ. આપણી પાસે કેટલી ટીમો હોઈ શકે અને કઈ વિન્ડો યોગ્ય રહેશે તેના પર વિચારણા કરવામાં આવી રહી છે કારણ કે આપણી પાસે પુરુષોની આઈપીએલ પણ છે. અધિકારીએ વધુ જણાવતા કહ્યું હતું કે, અત્યારે વધુ વિગતો શેર કરી શકતો નથી પરંતુ હા અમે આ લીગ વિશે ખરેખર ઉત્સાહિત છીએ. કેટલીક ફ્રેન્ચાઇઝીઓ પહેલેથી જ રસ દાખવી ચૂકી છે અને આ ટુર્નામેન્ટનો ભાગ બનવા માટે ખૂબ જ ઝડપથી શરૂઆત કરવામાં આવશે. અમે છ ટીમ, હરાજી પ્રક્રિયા અને ટૂર્નામેન્ટના અન્ય મહત્વપૂર્ણ પાસાઓ સાથે womens IPL શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. મહિલા આઈપીએલ સાથે જોડાયેલી તમામ બાબતો માત્ર કાગળ પર છે અને તેને આયોજિત કરવામાં સમય લાગશે. જો કે અમે ઝડપથી તમામ પ્રોસેસ કરી રહ્યા છીએ પરંતુ ઘણા બધા પાસાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. યોગ્ય આયોજન, હરાજી, ટીમ, પરંતુ હા અમે ઓગસ્ટમાં womens IPL શરૂ કરી શકીએ છીએ. આ અંગે ચર્ચા  અને આયોજન બાદ અમે સત્તાવાર જાહેરાત કરીશું.

આ પણ વાંચો : આજથી ઓટોરીક્ષા અને મિનિબસ ડ્રાઈવરોની હડતાળ, CNG ભાવમાં સબસિડીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

મંતવ્ય