Not Set/ ઇઝરાયલે આજ રાત્રિથી તમામ વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર લગાવ્યાે સંપૂર્ણ પ્રતિબંધ

ઈઝરાયેલે તમામ વિદેશીઓને દેશમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈઝરાયેલ પહેલો દેશ છે, જેણે કોરોનાના નવા પ્રકારને લઈને આટલો કડક નિર્ણય લીધો છે

Top Stories World
SRAIL ઇઝરાયલે આજ રાત્રિથી તમામ વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર લગાવ્યાે સંપૂર્ણ પ્રતિબંધ

ઓમીક્રોનની દહેશત જોતા ઈઝરાયેલે તમામ વિદેશીઓને દેશમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈઝરાયેલ પહેલો દેશ છે, જેણે કોરોનાના નવા પ્રકારને લઈને આટલો કડક નિર્ણય લીધો છે. ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે શનિવારે દેશમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર 14 દિવસના પ્રતિબંધની હાકલ કરી હતી. આ નિયમ આજથી એટલે કે રવિવાર રાતથી જ લાગુ થશે.  ઇઝરાયેલના ગૃહ પ્રધાન આયલેટ શેકે કહ્યું હતું કે, અમને માહિતી મળી છે કે આ પ્રકારનો વેરિયન્ટ લગભગ દરેક દેશમાં  છે.

માલદીવે ઓમિક્રોન વેરિઅન્ટ સામે સંરક્ષણ તરીકે પ્રથમ પગલું ભર્યું હતું. રવિવારે બપોરે, માલદીવની સરકારે જાહેરાત કરી કે તે સાત આફ્રિકન દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકી રહી છે. આ દેશો છે – દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નામીબિયા, લેસોથો અને સ્વાતિની. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે તે ટૂંક સમયમાં આ વેરિઅન્ટ અંગે નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે.

બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોના ઓમિક્રોનનું સાઉથ આફ્રિકન વેરિઅન્ટ જોવા મળતા ભયનું વાતાવરણ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ફરીથી નિયંત્રણો લાદી દીધા છે. શનિવારે, જોન્સને કહ્યું, ‘સરકાર ફરીથી ફેસ માસ્ક પહેરવાના નિયમો કડક કરવા જઈ રહી છે. હવે લોકોએ જાહેર પરિવહન અને દુકાનોમાં ફરીથી માસ્ક પહેરવા પડશે.

જોન્સને બહારથી આવતા લોકો માટે કોવિડ સંબંધિત પ્રવેશ નિયમોને કડક બનાવવાની પણ જાહેરાત કરી હતી. હવે વિદેશથી યુકે આવતા દરેક પેસેન્જર માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. તેણે દેશમાં પ્રવેશના બીજા દિવસના અંત સુધી કોઈપણ રીતે આ પરીક્ષણ કરાવવું પડશે. નેગેટિવ રિપોર્ટ આવે ત્યાં સુધી આવા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

જ્હોન્સને કહ્યું કે ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો સાથે યુકે પહોંચેલા સકારાત્મક વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ 10 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમે નવા વેરિઅન્ટને રોકવા માટે કડક પગલાં લેવા જઈ રહ્યા છીએ. દેશમાં કોરોના રસીના બૂસ્ટર ડોઝની રજૂઆતના કાર્યક્રમને પણ વેગ આપવામાં આવશે.