Cricket/ BCCIએ રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવવાનો બનાવ્યો પ્લાન

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી-20માં સુકાનીપદ સંભાળવા માટે તૈયાર થઈ શકે છે. તે હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે જ્યાં ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરોની સિરીઝ રમવાની…

Trending Sports
Rohit Sharma Captaincy

Rohit Sharma Captaincy: T20 વર્લ્ડ કપ-2022માં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વરિષ્ઠ પસંદગી સમિતિને બરતરફ કરી છે અને નવી અરજીઓ આમંત્રિત કરી છે. આ દરમિયાન એવા પણ અહેવાલો છે કે રોહિત શર્માને ટી-20 ફોર્મેટમાં પણ સુકાની પદ પરથી હટાવવામાં આવશે. આ સિવાય વિભાજિત કેપ્ટનશીપ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હવે, BCCIના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિતની જગ્યાએ ટી-20 ફોર્મેટમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી-20માં સુકાનીપદ સંભાળવા માટે તૈયાર થઈ શકે છે. તે હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે જ્યાં ટીમ ઈન્ડિયાએ મર્યાદિત ઓવરોની સિરીઝ રમવાની છે. આ પ્રવાસમાં હાર્દિક ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે વેલિંગ્ટનમાં યોજાવાની હતી પરંતુ વરસાદના કારણે ટોસ વિના રદ કરવામાં આવી હતી. શિખર ધવન ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. રોહિત શર્માને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે હાર્દિક ટી20 ટીમની કપ્તાની સંભાળવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે હવેથી વર્ષ 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ જશે. InsideSportના રિપોર્ટ અનુસાર BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમારે અત્યારથી જ T20 વર્લ્ડ કપ-2024 માટે તૈયારી કરવાની જરૂર છે. હાર્દિક આ રોલ માટે એકદમ ફિટ છે. પસંદગીકારો આગામી T20 સિરીઝ પહેલા મળશે અને હાર્દિકને ભારતના કેપ્ટન તરીકે સત્તાવાર રીતે જાહેર કરશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની સીરિઝ પહેલા રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટનશિપ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જો આમ થશે તો જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામેની સિરીઝમાં હાર્દિકને ટી20માં કેપ્ટન બનાવવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3-3 વનડે અને સિરીઝ રમાશે. રોહિત વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં કપ્તાની સંભાળવાનું ચાલુ રાખશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડમાં તેની કેપ્ટનશિપની સૌથી મોટી કસોટી માટે તૈયાર છે. જોકે પરિણામને ધ્યાનમાં લીધા વિના તેને નવા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવશે પરંતુ જ્યારે BCCIના અધિકારીને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા આ નિર્ણયથી વાકેફ છે? તો તેણે કહ્યું, ‘ના હજી નથી. રોહિતને હજુ સુધી આ માહિતી આપવામાં આવી નથી. તે હાલમાં જ T20 વર્લ્ડ કપમાંથી પરત ફર્યો છે. અમે ટૂંક સમયમાં કોચ, કેપ્ટનને બેઠક માટે બોલાવીશું અને પછી તેના વિશે વાત કરીશું.

આ પણ વાંચો: મુંબઈ/ તોડવામાં આવી રહ્યો છે બ્રિટિશ કાળનો કર્નાક પુલ, 27 કલાક માટે બંધ રહેશે સેન્ટ્રલ રેલ્વેનો રૂટ