Cyber Crime/ જો તમે iPhone વાપરો છો તો થઈ જાઓ સાવધાન

શું તમે iPhone વાપરો છો તો ચેતી જજો, તમારો ફોન ગુમ થયો હોય કે ચોરી થઈ ગયો હોય ત્યારબાદ તમારા નંબર પર અચાનક ફોનનું લોકેશન મળ્યાનો મેસેજ આવે તો સતર્ક થઈ જજો. અમદાવાદ સાયબર…

Top Stories Gujarat
iPhone Cyber Crime

રિપોર્ટર: રવિ ભાવસાર (અમદાવાદ)

iPhone Cyber Crime: શું તમે iPhone વાપરો છો તો ચેતી જજો, તમારો ફોન ગુમ થયો હોય કે ચોરી થઈ ગયો હોય ત્યારબાદ તમારા નંબર પર અચાનક ફોનનું લોકેશન મળ્યાનો મેસેજ આવે તો સતર્ક થઈ જજો. અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગે એવા આરોપીની ધરપકડ કરી છે કે, જેણે ચોરેલા મોબાઈલ અથવા તો ગુમ થયેલા મોબાઇલના મૂળ માલિક પાસેથી તેના આઇડી અને પાસવર્ડ લઈ લેતો હતો. ત્યારબાદ ફોનને ફોર્મેટ કરી સસ્તા ભાવે તેનું વેચાણ કરતો હતો. એક ગેંગ આ સ્મગલિંગનું નેટવર્ક ચલાવવા માટે ષડયંત્ર રચતી હોવાનું પોલીસ માની રહી છે.

છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદ સાયરબ ક્રાઇમ બ્રાન્ચ એક ભેજાબાજ ટોળકીની મોડસ ઓપરેન્ડીનું ટેક્નિકલ એનાલિસિસ કરી રહી હતી. આ ટોળકી iPhoneના આઇક્લાઉડ આઇડી અને પાસવર્ડ ચોક્કસ સોફ્ટવેરથી બદલીને તેને ઓછી કિંમતે બજારમાં વેચતા હતા. ત્યારે પોલીસને આ કિસ્સાની જાણ થતા આ ગેંગના કોઈ વ્યક્તિને પકડવા માટે પ્રયાસ ચાલુ કર્યા હતા. ત્યારે પોલીસે આ મામલે નવસારીમાં ચિકનની દુકાન ચલાવતા અને પાર્ટ ટાઇમમાં ગુનાહિત કામ કરતા મોહસિનખાન મન્સૂરીની ધરપકડ કરી છે. પ્રથમ આરોપી અમદાવાદ જેવા મોટા શહેરોના કેફે ફાઇસટાર હોટલ કે નાઈટ હેન્ગ આઉટ જેવી જગ્યાઓએ પહોંચી જાય અને ત્યારબાદ જે પૈસાદાર લોકો આઈફોન યુઝ કરતા હોય તેની નજર ચૂકવીને તેનો iPhone લઈ લેતા હતા. પહેલા આ લોકો ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા. એટલે જે તે મોબાઇલ યુઝર પોતાનું ફોન ચોરાયો હોવાની પ્રોસેસ કરે ત્યારે બે દિવસમાં જ તેમના ફોનની અંદરથી સીમકાર્ડ કાઢીને એનું ડુપ્લિકેટ સીમકાર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ તે વ્યક્તિને તે નંબરના આધારે તેમનો સંપર્ક કરવા અથવા ઈમેલ કરીને કોન્ટેક્ટ કરતા હતા. જેના બાદ તેઓ તેમનો ફોન અમારી પાસે છે અને પરત આપવા માંગે છે, જે માટે તેઓ તેમની પાસેના ડિવાઇસમાં iPhoneનું આઈડી લોગિન કરે તેવું જણાવતા હતા. એક વખત લોગિન થઈ ગયા બાદ તેઓ તાત્કાલિક ફોન અનલોક કરીને સીમકાર્ડ કાઢી નાખતા હતા.

2 5 જો તમે iPhone વાપરો છો તો થઈ જાઓ સાવધાન

અમદાવાદ સાઇબર ક્રાઈમને શંકા છે કે ગુજરાતનો આ એક iPhone ચોર છે, તેવી રીતે અન્ય રાજ્યોમાં પણ iPhoneના ચોર છે, જેઓ બાંગ્લાદેશ કે નાની કન્ટ્રીમાં iPhoneનું સ્મગલિંગ કરે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, IMEI નંબર બદલાતા ફોન માલિકને નુક્શાન થાય છે. ત્યારબાદ પોલીસ તે ચોરાયેલો કે ગુમ થયેલો ફોન ન શોધી શકે તે એક નુક્શાન છે અને બાદમાં આ ફોન સેકન્ડ હેન્ડ વેચી દેવાતા નવા ગ્રાહકને આ બાબતની જાણ ન હોવાથી તેને પણ નુક્શાન થતું હોય છે. હવે આવા ડેટા અને નંબરો શોધવા તથા મુળ માલિકને શોધવા પોલીસ કામે લાગી છે. સોફ્ટવેરના ડેટા પર પણ પોલીસ તપાસ કરી રહી વધુ ગુના હશે તો તેમાં પણ આ આરોપીની ધરરપકડ કરાશે.

આ પણ વાંચો: Marburg Virus/ મારબર્ગ વાયરસથી 9 લોકોના મોત બાદ WHOનું એલર્ટ, જાણો લક્ષણો