Not Set/ વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો ડર ફેલાઇ ચુક્યો છે. જો કે આ વાયરસને કંટ્રોલ કરવા માટે વેક્સિન આપવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે….

Ajab Gajab News
mmata 84 વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો ડર ફેલાઇ ચુક્યો છે. જો કે આ વાયરસને કંટ્રોલ કરવા માટે વેક્સિન આપવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. પરંતુ કોરોના વાયરસની રસી લીધા પછી શું કરવું અને શું ન કરવું તે અંગે આજકાલ ઘણી વાતો થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર રસી અંગે વિવિધ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. જેમા એક સવાલ એ પણ છે કે કોવિડ રસી લીધા પછી સંભોગ કરવુ સલામત છે?

mmata 87 વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?

જો કે આરોગ્ય મંત્રાલય દ્વારા કોઈ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી, પરંતુ તબીબી નિષ્ણાતો લોકોને તેના પર થોડી સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. નિષ્ણાંતો સૂચવે છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ અને આ દરમિયાન કુટુંબિક આયોજન ટાળવું જોઈએ. કોલમ્બિયા એશિયા હોસ્પિટલનાં આંતરિક મેડિસિન ડોક્ટર દીપક વર્માએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “રસીથી લાંબા ગાળાની આડઅસર થાય છે અને સેક્સ પછી લોકો પર તેની શું અસર પડે છે તે કહેવું હાલમાં ઘણુ વહેલું છે.” જે લોકોને રસી આપવામાં આવી છે તે દરેક વખતે સેક્સને ટાળી શકતા નથી, તેથી સુરક્ષિત રહેવુ શ્રેષ્ઠ રીત છે.’

mmata 85 વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

મોટો નિર્ણય / Youtube એ 8 કરોડથી વધુ વીડિયોને હટાવ્યા, જાણો શું છે કારણ

ડોક્ટર કહે છે કે, રસીનો બીજો ડોઝ લીધા પછી પુરુષો અને સ્ત્રીઓએ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયા સુધી કોન્ડોમ જેવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઈએ. આ કારણ છે કે સેક્સ દરમિયાન બોડી ફ્લુઇડ્સ એકબીજાનાં સંપર્કમાં આવે છે. ડોક્ટરે કહ્યું, ‘અમને ખબર નથી કે રસી લોકોને કેવી અસર કરશે તેથી કોન્ડોમનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ અને અસરકારક નિવારણ હશે.’ તેમણે તે પણ સલાહ આપી કે, વેક્સિન લગાવતી યોગ્ય મહિલાઓને રસી લગાવ્યા પહેલા સ્ત્રી રોગ નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ.

mmata 86 વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

આપને જણાવી દઈએ કે, કોવાક્સિનનાં ત્રીજા તબક્કાનાં ક્લિનિકલ ટ્રાયલ હજી પણ ચાલુ છે અને તેમા વોલિયન્ટર્સને ત્રણ મહિના સુધી સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોવેક્સિનનાં રિક્રૂટમેન્ટ ક્રાઇટેરિયામાં પુરુષ વોલિયન્ટર્સને રસી લગાવવાનાં ત્રણ મહિના બાદ સુધી સ્પર્મ ડોનેટ ન કરવા પણ સલાહ આપવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા ફક્ત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને જ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ રસી બાદ સેક્સ સાવચેતી અંગે કંઇ કહેવામાં આવ્યું નથી.

mmata 88 વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

ગંભીર સ્થિતિ / દેશમાં કોરોનાની બેકાબુ ગતિ, નોંધાયા રેકોર્ડબ્રેક કેસ

તબીબી નિષ્ણાંતો કહે છે કે, ક્લિનિકલ ટ્રાયલ હેઠળ, લોકોએ રસીકરણ પછી કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેનાથી ગર્ભ અને ગર્ભાધાન પ્રક્રિયા પર વિપરીત અસર થઈ શકે છે, જેના વિશે કેટલીક સચોટ માહિતી હજી સુધી જાણી શકાઇ નથી. નિષ્ણાંત કહે છે કે જેમને રસી અપાય છે તેઓએ 3-6 મહિના સુધી જીવનસાથી સાથે સેક્સને ટાળવું જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ