વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે દેશમાં પણ કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસો દિનપ્રતિદન વધી રહ્યા છે પરતું વેકસીનના લીધે લોકોના જીવમાં જીવ આવ્યો છે. આરોગ્ય નિષ્ણાતો એ જણાવ્યું છે કે વેકસીન લગાવવાના 24 કલાક પહેલાં આટલું ધ્યાન રાખજો.
પીડા થતી હોય તો પણ કોઇ પેઇનકિલર દવા ના લેતાં
નાના-મોટાં દર્દ થાય તો સામાન્ય રીતે લોકો પેઇનકિલર ખાઇ લેતાં હોય છે. પરતું જો તમારે કોરોના વેકસીન લગાવવાની હોય તો તમારે 24 કલાક પહેલા કોઇપણ પેઇનકિલર દવા ના લેવી જોઇએ. ડોકટરનું કહેવું છે કે દર્દની દવા લેવામાં આવે તો વેકસીનની ઇમ્યુન સિસ્ટમને ઓછી કરી દે છે. એટલે 24 કલાક પહેલા દર્દની દવા ના લેવાની સલાહ આપી છે વેકસીન લગાવી લીધા બાદ જો દર્દ થાય તો દર્દની દવા લઇ શકો છો.
આલ્કોહોલના લેતા
વેકસીન લગાવતાં પહેલા આલ્કોહોલ લેવાનું ટાળો. ડોકટરનું કહેવું છે કે દારૂના લીધે ડિહાઇડ્રેશન અને હેગઓવર થઇ શકે છે જેના લીધે વેકસીનની કોઇ અસર નહીં થાય.વેકસીન લગાવતાં પહેલા ખુબ પાણી પીવાની સલાહ આપી છે.
રાત્રે મોડા સુધી જાગવું નહીં
વેકસીન લગાવતાં એક રાત્રિ પહેલાં મોડા સુધી જાગનું ટાળો. કારણ કે વેકસીન પહેલા સારી ઉંઘ લેવી ખુબ હિતાવહ છે. આરોગ્ય નિષ્ણાત કહે છે ઉંઘ સારી લેવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ વેકસીન માટે સારો રિસ્પોન્સ આપે છે. વેકસીન લગાવ્યા બાદ પણ સારી ઉંઘ લેવી જોઇએ.
અન્ય કોઇ વેકસીન ના લેવી જોઇએ
સામાન્ય રીતે એક દિવસમાં બે રસી લઇ શકાય છે, પરતું કોરોના વેકસીન લગાવવાના દિવસે અન્ય કોઇ રસી લેવાની ડોકટર સખ્ખત ના કહે છે. જો તમને ફલ્યું કે અન્ય વેકસીન એ દિવસે લો છો તો તમારે કોરોના વેકસીન 14 દિવસ પછી લેવી જોઇએ. અને તમે કોવિડ વેકસીન લગાવી લીધી છે તો અન્ય વેકસીન 14 દિવસ પછી લગાવવી હિતાવહ છે.
કોઇપણ પ્રકારની બેદરકારી કરવી જોઇએ નહીં
વેકસીન લગાવવાં જતાં સમયે કોરાનાને લઇને સાવચેતી રાખવી જોઇએ. કોઇપણ વેકસીન ઇમ્યુનિટી બનાવવા માટે સમય લે છે. માસ્ક પહેરે, સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરે અને મુસાફરી કરવાનું ટાળે. ભીડભાડવાળા સ્થળ પર જવાનું ટાળે. અને હા વેકસીનનાં પુરા ડોઝ લેવાનું ભુલશો નહીં.
વેકસીન લગાવ્યા બાદ ઉતાવળ ના કરતાં
વેકસીન લગાવ્યા બાદ હોસ્પિટલથી ઘરે જવાની ઉતાવળ ના કરતાં આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે વેકસીન લગાવ્યાં બાદ 15 મિનિટ સુધી એ જ સ્થળ પર રહેવું જોઇએ. જો તમને સાઇડ ઇપેકટ થાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરી શકાય.
આ વાતોનું રાખો ધ્યાન
ઘણાબધા લોકો વેકસીનના નામથી ડરી જાય છે વેકસીન પહેલા રીલેકસ રહો અને ખાવો પીવો અને તણાવમુક્ત રહો. જો તણાવ સાથે રહેશો તો ઇમ્યુનિટી પર અસર પડશે. સાથે એ પણ જાણી લેવું જોઇએ કે કયાં લોકોઅ વેકસીન ના લગાવી જોઇએ.
પ્લાઝમા થેરાપીવાળા સાવધાન રહે
જે લોકો છેલ્લા દોઢ મહિનામાં કોરોના સંક્રમિત થયા હોય અને તેમણે પ્લાઝમાં થેરાપી લીધી હોય અથવા મોનોકલોનલ એન્ટીબોડી થેરાપી લીધી હોય તે વ્યક્તિએ કોરોના વેકસીન લેવી જોઇએ નહી.
એલર્જીવાળા પણ સાવધાન રહે
જે લોકો દવા લેતાં હોય અને દવાથી એલર્જી થતી હોય તો તેમણે વેકસીન લગવાતાં પહેલા ડોકટરની સલાહ લેવી જોઇએ. સીરમ ઇસ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ સલાહ આપી છે કે કોવિશીલ્ડ વેકસીન એલર્જીવાળા વ્યક્તિઓ ના લેતાં
ગર્ભવતી મહિલાઓએ વેકસીન લગાવવી જોઇએ નહીં
ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ કોરોના વેકસીન ના લગાવવી જોઇએ. આ લોકો પર કોઇ પ્રયોગ કરવામાં આવ્યો નથી.
