Visa/ ભારતના 1100 શીખોને પાકિસ્તાને આપ્યા વિઝા

શીખોના ઘણાબઘા ધાર્મિક સ્થળો ભાગલા બાદ પાકિસ્તાનના હિસ્સામાં છે

India

વૈશાખી ઉત્સવમાં સામેલ થવા માટે પાકિસ્તાનને ભારતના 1100 શીખોને તીર્થયાત્રી વિઝા આપ્યા છે. પાકિસ્તાનના ઉચ્ચઆયોગે જણાવ્યું હતું કે પંજાબી અને સીખો માટે વૈશાખી તહેવાર ખુબ મહત્વનો હોય છે.

પાકિસ્તાને ભારત પાસેથી ખાંડ અને કપાસ આયાત કરવા માટેની મંજૂરી આપી હતી

આ પર્વના લીધે પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓએ 2003નો સીઝફાયર સમજોતાને લાગુ કરવા માટે મંજૂરી આપી હતી. પાકિસ્તાને ભારત પાસેથી ખાંડ અને કપાસ આયાત કરવા માટેની મંજૂરી આપી હતી. પરતું વિરોધ પક્ષ અને કેટલાક મંત્રીઓના દબાવમાં આવીને સરકારે આયાતનો નિર્ણય પરત લીધો.

શીખોના ઘણાબઘા ધાર્મિક સ્થળો ભાગલા બાદ પાકિસ્તાનના હિસ્સામાં છે

ધાર્મિક યાત્રા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે 1974ના સ્થાપિત પ્રોટોકાલ મુજબ શીખ તીર્થયાત્રી તહેવારો મનાવવા માટે પડોશી દેશમાં જાય છે. શીખોના ઘણાબઘા ધાર્મિક સ્થળો ભાગલા બાદ પાકિસ્તાનના હિસ્સામાં છે.

બે દેશો વચ્ચેના ધાર્મિક યાત્રાના પ્રોટોકોલને પ્રમાણિકતાથી નિભાવીએ છીએ

પાકિસ્તાની ઉચ્ચઆયોગે કહ્યું કે તીર્થયાત્રાળું માટે સુવિધા પુરી પાડવી અને વિઝા આપવા પાકિસ્તાન સરકારની જવાબદારી છે.  બે દેશો વચ્ચેના ધાર્મિક યાત્રાના પ્રોટોકોલને પ્રમાણિકતાથી નિભાવીએ છીએ.