Not Set/ નોટબંધી-GST ના કારણે ICU માં અર્થતંત્ર : રાહુલ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી વચ્ચે અર્થવ્યવસ્થાના મામલે ચાલતા આરોપ પ્રત્યા આરોપમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગુરુવારે રાહુલ ગાંધીએ નાણા મંત્રી અરુણ જેટલી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, નોટબંધી અને જીએસટીના કારણે અર્થતંત્ર ICU માં છે અને તમારી દવામાં કોઈ દમ નથી. મહત્વનું […]

India
download 19 1 નોટબંધી-GST ના કારણે ICU માં અર્થતંત્ર : રાહુલ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી વચ્ચે અર્થવ્યવસ્થાના મામલે ચાલતા આરોપ પ્રત્યા આરોપમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગુરુવારે રાહુલ ગાંધીએ નાણા મંત્રી અરુણ જેટલી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, નોટબંધી અને જીએસટીના કારણે અર્થતંત્ર ICU માં છે અને તમારી દવામાં કોઈ દમ નથી.

મહત્વનું છે કે, બુધવારે જ નાણા મંત્રીએ કહ્યું હતું કે, એવું પહેલી વાર બન્યું છે જયારે ભારતનું અર્થતંત્ર છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતની એક રેલીમાં GSTને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો હતો. ત્યારબાદ તેઓએ હિન્દી ફિલ્મ સોલેના એક ડાયલોગ પર જીએસટીની મશ્કરી પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, પીએમ મોદીના ટ્વીટનો અર્થ “આ કમાણી માને આપી દો.”

રાહુલ ગાંધીએ કોંગ્રેસના દ્વારા જીએસટી લવાના શ્રેય અંગે જણાવ્યું, કૉંગ્રેસના જીએસટીનો અર્થ “જેન્યુ ઇન સિમ્પલ  ટેક્સ” થાય છે.