Not Set/  કોંગ્રેસના અધ્યક્ષના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની પસંદગીને આજે અપાશે આખરી મંજુરી

    ં           દિલ્હી     કોંગ્રેસનું પ્રમુખ પદ રાહુલ ગાંધીને સોંપવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે.કોંગ્રેસના હાલના પ્રેસીડન્ટ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે એક અગત્યની બેઠક મળી રહી છે જેમાં રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ પદ સોંપાવા અંગે આખરી નિર્ણય લેવાઇ જશે. આ સપ્તાહમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ સિચન પાયલટે કહ્યું હતું […]

Top Stories
rahul gandhi 1  કોંગ્રેસના અધ્યક્ષના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની પસંદગીને આજે અપાશે આખરી મંજુરી

 

 

 

 

 

 

 

દિલ્હી  

 

કોંગ્રેસનું પ્રમુખ પદ રાહુલ ગાંધીને સોંપવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે.કોંગ્રેસના હાલના પ્રેસીડન્ટ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે એક અગત્યની બેઠક મળી રહી છે જેમાં રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ પદ સોંપાવા અંગે આખરી નિર્ણય લેવાઇ જશે. આ સપ્તાહમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ સિચન પાયલટે કહ્યું હતું કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો અધ્યક્ષ બનવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે, દિવાળીના અમુક સમય પછી તેઓ આ જવાબદારી સંભાળે તેવી શક્યતા છે.

10 જનપથ પર મળનારી આ બેઠકમાં રાહુલને સોંપવામાં આવનાર પ્રમુખપદ અંગે અંતિમ નિર્ણય લેવાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલને અધ્યક્ષ બનાવવામાં આવે તે નક્કી જ છે. 24 ઓક્ટોબરે આ વિશે જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 24 ઓક્ટોબરની આસપાસ થવાની શક્યતા છે. પાર્ટીમાં નિર્ણય લઈ શકે તેવી સૌથી મોટી વર્કિંગ કમિટી આ બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જાહેર કરી શકે છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસે પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવાનો અધિકાર હોય છે. રાહુલને અધ્યક્ષ બનાવવા માટે પાર્ટીનો એક મત છે. આ સંજોગોમાં કમિટીને તેમને અધ્યક્ષ જાહેર કરવામાં કોઈ તકલીફ નહીં થાય. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 10 નામાંકિત અને 10 ચૂંટાયેલા સભ્યો હોય છે. તેમની સાથે અમુક આમંત્રિત કરેલા લોકો પણ હોય છે.

ઉલ્લેખનીય છે કે પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઓટોબાયોગ્રાફીના વિમોચન પ્રસંગે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીના પ્રેસીડન્ટ બનવા પર મીડીયાના સવાલ પર સંકેતો આપતા જણાવ્યું હતું કે તમે જે સવાલ પુછો છો એનો જવાબ જલદી મળશે.