Not Set/ વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલાં મનપાની વેબસાઈટ પર માહિતી ભરવી અને વેક્સિન લેવી આવશ્યક

કોરોનાએ વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. શિક્ષણ વ્યવસ્થા પણ તેનાથી અછૂત રહી શકી નથી. તાજેતરમાં જ બોર્ડના વિદ્યાર્થીઓને ચઢાવ પાસ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat
scholor વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલાં મનપાની વેબસાઈટ પર માહિતી ભરવી અને વેક્સિન લેવી આવશ્યક

કોરોનાએ વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. શિક્ષણ વ્યવસ્થા પણ તેનાથી અછૂત રહી શકી નથી. તાજેતરમાં જ બોર્ડના વિદ્યાર્થીઓને ચઢાવ પાસ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે હવે વિદેશ અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ એ સમયસર રસી મેળવવી આવશ્યક છે.

rmc વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલાં મનપાની વેબસાઈટ પર માહિતી ભરવી અને વેક્સિન લેવી આવશ્યક

ગુજરાતમાંથી દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત પ્રવાસ થાય તે આવશ્યક છે. તેમજ કોરોના સંક્રમણના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન થાય તે માટે રાજ્ય સરકારના આદેશ પ્રમાણે કેટલીક સાવચેતી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલા વિદ્યાર્થીઓએ કેટલીક માહિતી રાજકોટ મહાનગર પાલિકાને જણાવવાની રહેશે.

foreign student vaccine વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલાં મનપાની વેબસાઈટ પર માહિતી ભરવી અને વેક્સિન લેવી આવશ્યક

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સીન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક –

http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર ફોરેન ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવશે.

majboor str 6 વિદેશ અભ્યાસ અર્થે જતાં પહેલાં મનપાની વેબસાઈટ પર માહિતી ભરવી અને વેક્સિન લેવી આવશ્યક