Not Set/ શપથ પહેલા મોદીએ કર્યા બાપુ અને અટલને યાદ, અર્પણ કરી શ્રદ્ધાજંલી

લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી એકવાર ફરી PM પદની શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે 7 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે, તે પહેલા આજે સવારે નરેન્દ્ર મોદીએ દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભાજપનાં એક સમયનાં કદ્દવાર નેતા અટલ બિહારી વાજપાઇ અને દેશનાં શહીદોને શ્રદ્ધાજંલી અર્પણ કરી. We remember beloved Atal Ji […]

Top Stories India
modi in capture rajghat શપથ પહેલા મોદીએ કર્યા બાપુ અને અટલને યાદ, અર્પણ કરી શ્રદ્ધાજંલી

લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે નરેન્દ્ર મોદી એકવાર ફરી PM પદની શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં આજે સાંજે 7 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ થવાનો છે, તે પહેલા આજે સવારે નરેન્દ્ર મોદીએ દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભાજપનાં એક સમયનાં કદ્દવાર નેતા અટલ બિહારી વાજપાઇ અને દેશનાં શહીદોને શ્રદ્ધાજંલી અર્પણ કરી.

નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદની શપથ લેશે. તેમની સાથે મંત્રીપરિષદનાં સદસ્યનમાં રૂપમાં ઘણા સાંસદ શપથ લઇ શકે છે. શપથ ગ્રહણને લઇને આ વખતે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ પહેલા વર્ષ 2014માં સાર્ક દેશોને શપથ ગ્રહણમાં ભાગ લેવા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે બિમ્સટેકનાં સદસ્યોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તાજેતરમાં ખરાબ સમયથી નિકળી રહેલા પાકિસ્તાનને આ શપથ ગ્રહણ સમારોહથી અલગ-થલગ રાખવામાં આવેલ છે. આ વખતે કુલ 6500 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અહી બિમ્સટેકનાં દરેક સદસ્ય દેશોની સાથે દેશનાં દરેક મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, દરેક સાંસદ, મોટા ઉદ્યોગપતિઓ, બોલિવુડનાં મોટા સ્ટારને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાનની શપથ લેવાનાં છે સાથે શિવસેનાનાં સંજય રાઉતે જણાવ્યુ છે કે, શિવસેનાથી એક સાંસદ મંત્રી પદની શપથ લેશે. ઉદ્વવ ઠાકરેજીએ અરવિંદ સાવંતનું નામ આપ્યુ છે, જેથી અરવિંદ સાવંત જ શિવસેના તરફથી મંત્રી પદની શપથ લેશે. સંજય રાઉતે વધુમાં જણાવ્યુ કે, નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક ગઠબંધનથી માત્ર એક સાંસદ જ મંત્રી બનશે.