Jharkhand Congress Cash Case/ બંગાળ CIDએ કોલકાતાના બિઝનેસમેનની ઓફિસ પર પાડ્યા દરોડા, સામે આવી આ મોટી વાત

પશ્ચિમ બંગાળના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ કોલકાતામાં સ્ટોક બ્રોકરની ઑફિસ પર દરોડા પાડ્યા હતા, CID અનુસાર જેમણે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને રોકડ આપી હતી

Top Stories India

પશ્ચિમ બંગાળના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ કોલકાતામાં સ્ટોક બ્રોકરની ઑફિસ પર દરોડા પાડ્યા હતા, CID અનુસાર જેમણે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને રોકડ આપી હતી. મંગળવારે બપોરે મધ્ય કોલકાતામાં લાલ બજાર સ્ટ્રીટ પર બિકાનેર બિલ્ડીંગમાં આરોપી મહેન્દ્ર અગ્રવાલની ઓફિસ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 250 ચાંદીના સિક્કા અને 3,31,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

બે કલાક સુધી ચાલેલા દરોડા બાદ ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. સીઆઈડીએ કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જે દર્શાવે છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ અગ્રવાલ પાસેથી 48 લાખ રૂપિયાથી વધુ રકમ મેળવી હતી. એક અધિકારીએ કહ્યું, “હવે અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઝારખંડના ત્રણ ધારાસભ્યોને પૈસા કોણે આપ્યા અને તે પૈસાનો સ્ત્રોત શું હતો.”

નોંધનીય છે કે શનિવારે સાંજે, ત્રણ ધારાસભ્યોના વાહનમાંથી 49 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા – જામતારા વિધાનસભા મતવિસ્તારમાંથી ઇરફાન અંસારી, ખિજરી (અનુસૂચિત જનજાતિ) મતવિસ્તારમાંથી રાજેશ કછાપ અને કોલેબીરા (ST) મતવિસ્તારમાંથી નમન બિક્સલ કોંગારી. આ પછી ધારાસભ્યોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમને 10 દિવસની CIDની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસે ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.