Not Set/ પતિએ એડલ્ટ ફિલ્મમાં જોઈ તેની પત્નીને અને..

એક ઓટો ડ્રાઈવરને શંકા હતી કે તેની પત્ની એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. આ શંકા તેને લગભગ 2 મહિના પહેલા થઈ હતી, જ્યારે તે પોર્ન વેબસાઈટ પર એડલ્ટ ફિલ્મ જોઈ રહ્યો હતો. આ બાબતે બંને વચ્ચે સતત ઝઘડા થતા હતા. રવિવારે ઓટો ડ્રાઈવરે પત્ની પર છરી વડે હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું.

India Trending
એડલ્ટ ફિલ્મ

બેંગ્લોરમાં એક ઓટો ડ્રાઈવરે તેની પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. તેણે આ ભયંકર ઘટનાને તેના બાળકોની સામે જ અંજામ આપ્યો. આ ઓટો ડ્રાઈવરને શંકા હતી કે તેની પત્ની પોર્ન ફિલ્મોમાં કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓટો ડ્રાઈવરે લગભગ 2 મહિના પહેલા પોર્ન વેબસાઈટ પર એડલ્ટ ફિલ્મ જોઈ હતી, જેમાં તેને શંકા હતી કે ફિલ્મમાં રહેલી મહિલા તેની પત્ની છે. આ પછી, 17 એપ્રિલ, રવિવારે તેની પત્ની સાથે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન તેણે તેની હત્યા કરી નાખી.

બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર, 40 વર્ષીય ઝહીર પાશા ઓટો ડ્રાઈવર છે. તેને પોર્ન ફિલ્મો જોવાનો શોખ છે. લગભગ 2 મહિના પહેલા તેણે એક પોર્ન વેબસાઈટ પર ફિલ્મ જોઈ હતી. ઓટો ડ્રાઈવર ઝહીરને શંકા હતી કે તે એડલ્ટ ફિલ્મ માં જે મહિલાનું પાત્ર ભજવ્યું હતું તે તેની 35 વર્ષની પત્ની મુબીના છે. તેણે ફિલ્મ જોયા બાદ જ પત્નીને સવાલ કર્યો હતો. જોકે, મુબીનાએ આ આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આમ છતાં ઝહીરે તેની વાત પર વિશ્વાસ ન કર્યો. ત્યારથી તે તેની પત્નીને સતત હેરાન કરતો હતો. 17 એપ્રિલ, રવિવારના રોજ, તેણે ફરીથી તેની પત્ની સાથે આ બાબતે ઝઘડો શરૂ કર્યો. ધીરે ધીરે વિવાદ એટલો વધી ગયો કે ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ઝહીર પાશાએ તેની પત્ની મુનીબા પર છરી વડે હુમલો કર્યો, જે બાદ ઈજાગ્રસ્ત મુનીબાએ દમ તોડી દીધો. આ સમગ્ર દર્દનાક ઘટનાને બાળકોની સામે જ અંજામ આપવામાં આવ્યો હતો.

પાશા અને મુનીબાના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા થયા હતા. તેને 5 બાળકો છે. લગભગ બે મહિના પહેલા એક ફેમિલી ફંક્શન દરમિયાન પાશાએ તેની પત્ની મુનીબાને મારવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન સંબંધીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારે આ કેસ પાછળનું કારણ સામે આવ્યું તે ચોંકાવનારું હતું. ઝહીરે સંબંધીઓને જણાવ્યું કે તેણે તાજેતરમાં એક પોર્ન ફિલ્મ જોઈ હતી. તેણે દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં મુનીબા પણ છે. જો કે, મુનીબાએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને લોકોએ તેને ઝહીરનો ભ્રમ પણ ગણાવ્યો હતો. પણ ઝહીર પોતાની વાત પર અડગ રહ્યો. આ બાબતે તે અવારનવાર મુનીબા સાથે ઝઘડો કરતો અને તેને માર મારતો.

લગભગ 20 દિવસ પહેલા પણ બંને વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝહીરે મુનીબાને ખૂબ માર માર્યો હતો, જેના કારણે મુનીબાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મુનીબાના પિતા ગૌસે પાશાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારબાદ મુનીબાએ પિતાને આ માટે રોક્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુનીબાનો મોટો દીકરો શનિવારે લગભગ 12:45 વાગ્યે તેના દાદા ગૌસ પાશાના ઘરે પહોંચ્યો હતો. તેણીએ રડતા રડતા જણાવ્યું કે પિતા ઝહીરે તેની માતા મુનીબાની છરી વડે હત્યા કરી હતી. ગૌસે પાશા સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તેમની પુત્રીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:રાજસ્થાનમાં શહેરી વિસ્તારમાં પશુ રાખવા અંગે નિયમો લાગુ

મંતવ્ય