Ahmedabad/ અજાણ્યા ઈસમો સરનામું પુછે તો ચેતજો, લૂંટારુઓ ચલાવી રહ્યા છે ખુલ્લેઆમ લૂંટ

અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં બે દિવસ પહેલા જાહેર રોડ પર બે અજાણ્યા ઈસમોએ એક મહિલાને સરનામું પુછવાના બહાને રોકીને વાતોમાં ભેળવી દીધી હતી…

Ahmedabad Gujarat
Makar 79 અજાણ્યા ઈસમો સરનામું પુછે તો ચેતજો, લૂંટારુઓ ચલાવી રહ્યા છે ખુલ્લેઆમ લૂંટ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં બે દિવસ પહેલા જાહેર રોડ પર બે અજાણ્યા ઈસમોએ એક મહિલાને સરનામું પુછવાના બહાને રોકીને વાતોમાં ભેળવી દીધી હતી. તે બાદ આ શખ્સોએ મહિલાએ પહેરેલી સોનાની બુટ્ટી, કાનની શેર તેમજ મોબાઈલ ફોન મળીને કુલ 40 હજારનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મહિલાએ આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીનાં આધારે કુબેરનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગોપાલ ચૌધરી તથા વિનોદ પરમાર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે સોનાની બુટ્ટી તથા કાનમાં પહેરવાની શેર સહિત મોબાઈલ મળીને કુલ 34 હજારનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓને સાબરમતી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યાં હતાં. ત્યારે આરોપીઓએ અગાઉ આ રીતે કોઈ મહિલા સાથે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે પુછપરછ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો