IPL 2021/ ચેન્નાઈ-કોલકતાની મેચ દરમિયાન સુરેશ રૈનાએ પકડી લીધા ભજ્જીનાં પગ, જુઓ Video

એક સમયે ભારતીય ટીમમાં સ્પિન બોલિંગનાં કરોડરજ્જુ ગણાતા હરભજન સિંહને સુરેશ રૈનાએ પગે લાગી તેને આદર આપ્યો હતો. આ નજારો કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન જોવા મળ્યો હતો.

Sports
123 87 ચેન્નાઈ-કોલકતાની મેચ દરમિયાન સુરેશ રૈનાએ પકડી લીધા ભજ્જીનાં પગ, જુઓ Video

એક સમયે ભારતીય ટીમમાં સ્પિન બોલિંગનાં કરોડરજ્જુ ગણાતા હરભજન સિંહને સુરેશ રૈનાએ પગે લાગી તેને આદર આપ્યો હતો. આ નજારો કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન જોવા મળ્યો હતો. હરભજન સિંહ આ સિઝનમાં કોલકાતાની ટીમનો એક ભાગ છે. વળી સુરેશ રૈના શરૂઆતથી ચેન્નાઈ તરફથી રમતો આવ્યો છે.

IPL 2021 / રાહુલે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ, ટી-20 માં સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર પ્રથમ…

આ ઘટનાનો એક વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, હરભજન સિંહ ચેન્નાઈ કેમ્પનાં બોલરો સાથે વાત કરી રહ્યો હતો. દરમિયાન સુરેશ રૈના પાછળથી ત્યાં પહોંચી ગયો. તેણે આવ્યા બાદ હરભજનસિંહનાં પગને સ્પર્શ કર્યો હતો. આ દરમિયાન ભજ્જી તેના પગને સ્પર્શ કરવાનો ઇનકાર કરતો રહ્યો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની 19 રને હાર થઇ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે કોલકત્તા અંતિમ ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સિઝનમાં ચેન્નાઈની ટીમની આ સતત ત્રીજી જીત છે.

https://twitter.com/410seatiger/status/1384931437263065088?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1384931437263065088%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fipl-2021-kkr-vs-csk-suresh-raina-pays-respect-to-harbhajan-singh-touches-his-feets-see-viral-video-2419267

IPL 2021 / ટૂર્નામેન્ટમાં કોણ છે સૌથી આગળ, કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ, જાણો

સુરેશ રૈના ગયા વર્ષે યુએઈમાં આયોજિત આઈપીએલ દરમિયાન ચેન્નાઈ ટીમનો ભાગ બની શક્યો ન હતો. તે ટૂર્નામેન્ટને વચ્ચેથી છોડી ગયો અને ભારત પાછો આવ્યો હતો. ચેન્નાઈ આ સિઝનમાં પ્રથમ વખત પ્લે ઓફમાં પોતાનું સ્થાન બનાવી શક્યું નહોતુ. વળી, હરભજન સિંહ પણ છેલ્લી સીઝનમાં આ ફ્રેન્ચાઇઝીનો ભાગ હતો. તે વ્યક્તિગત કારણોસર યુએઈ પહોંચી શક્યો નહોતો. બાદમાં તેને ચેન્નાઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ સિઝનમાં, તે કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે.

Untitled 39 ચેન્નાઈ-કોલકતાની મેચ દરમિયાન સુરેશ રૈનાએ પકડી લીધા ભજ્જીનાં પગ, જુઓ Video