Election/ રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માટે મૂરતિયાઓ મેદાનમાં ઊતર્યા હતા, જેમાંથી ગઈકાલે ભાજપની દ્વારા સિનિયર આગેવાનો અને કાર્યકરોની અસંતોષની લાગણી વચ્ચે સ્થાનિક

Top Stories Gujarat
1

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માટે મૂરતિયાઓ મેદાનમાં ઊતર્યા હતા, જેમાંથી ગઈકાલે ભાજપની દ્વારા સિનિયર આગેવાનો અને કાર્યકરોની અસંતોષની લાગણી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. જેથી હવે રાજકોટમાં આ વખતે મેયર પદ માટે મહિલા અનામત આવશે તેવી ચર્ચા સૂત્રો દ્વારા થઈ રહી છે. રાજકોટમાં ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરીયાને ભાજપે ટિકિટ આપી છે. તેમજ મેયર પદ માટે પ્રબળ દાવેદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Rajkot / આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

આ અંગે સૂત્રોમાં અટકળો થઈ રહી છે કેરાજકોટ ભાજપમાં મેયરનું પદ હંમેશને માટે ચર્ચામાં રહ્યું છે. ગત ટર્મમાં બીનાબેન આચાર્યને મેયર બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પદ માટેનું રોટેશન જાહેર થવામા સમય છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી ચાર દિવસમાં રોટેશન જાહેર થશે. ત્યારે આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે રાજકોટ શહેરના મેયર તરીકે ભાનુબેન બાબરીયાને મેયર બનાવવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.

Rajkot / આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

આ ઉપરાંત ભાનુબેનની દાવેદારી પ્રભુ હોવા પાછળનું કારણ ​​​​​​ભાનુબેન રાજકોટ ગ્રામ્યમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે.ગુજરાત વિધાનસભાના ટીઝર સમી રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનુભવી નેતાઓના અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે રાજકોટ ભાજપ દ્વારા મહિલા મેયર તરીકે ભાજપ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની પસંદગી કરે તેવી પ્રબળ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના લોકપ્રિય ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે શક્ય છે કે ચૂંટણી જીત્યા બાદ ભાનુબેન બાબરીયાને ભાજપ તક આપશે.જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારો માટે નવા નિયમો ઘડ્યા છે, જેમાં તેમણે પૂર્વ મેયરને રિપીટ નહીં કરવાનું જાહેર કર્યુ હતું. જેને ધ્યાને લઈને તેણે પૂર્વ મેયર બીનાબેન આચાર્યની આ વખતની ઉમેદવારીમાંથી બાદબાકી કરી છે. બીનાબેનને એવી આશા હતી કે તેમને ફરી ટિકિટ આપવામાં આવશે. પરંતુ આ વખતે તેમની જેમ અનેક સિનિયર આગેવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે.

Maharashtra / મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલે એ આ કારણથી આપ્યું રાજીનામું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…