Not Set/ ભારત બાયોટેક દ્વારા DCGIને ટ્રાયલ ડેટા મોકલાયા

આ ટ્રાયલ ત્રણ તબક્કામાં થઈ છે. પહેલા તબક્કામાં 12-18 વર્ષના બાળકો, પછી 6-12 વર્ષના અને અંતમાં 2-6 વર્ષના બાળકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી હતી

India
Untitled 57 ભારત બાયોટેક દ્વારા DCGIને ટ્રાયલ ડેટા મોકલાયા

ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સીન ‘Covaxin’ને બાળકો પર ઈમર્જન્સીઉપયોગ માટે જલદી મંજૂરી આપવામાં આવી શકે છે. ભારત બાયોટેક 2થી 18 વર્ષના એજગ્રુપ પર વેક્સીનની ટ્રાયલના ડેટા રેગ્યુલેટરને સબમિટ કરવામાં આવ્યા છે. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ડેટાને રિવ્યૂ કરશે અને બધુ સારું થયું તો બાળકોને Covaxin લગાવવાની મંજૂરી આપવામાં આવશે. આ દેશમાં બાળકો માટે ઉપલબલ્ધ થનારી પહેલી વેક્સીન હશે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ, રેવ પાર્ટીમાં હતો સામેલ

એમ્સ સહિત ઘણી જગ્યાઓ પર વેક્સીનની બાળકો પર ટ્રાયલ થઈ છે. આ ટ્રાયલ ત્રણ તબક્કામાં થઈ છે. પહેલા તબક્કામાં 12-18 વર્ષના બાળકો, પછી 6-12 વર્ષના અને અંતમાં 2-6 વર્ષના બાળકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી હતી. ભારતમાં વયસ્કો માટે ઘણી રસી ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે કોઈ રસી નથી.

આ પણ વાંચો ;ગાંધીનગર મનપાની ચૂંટણી બની તોફાની, આ બૂથ પર થઇ તોડફોડ

ડૉ. એલ્લા મુજબ WHO પાસેથી પણ જલદી કોવેક્સીન માટે આ મહિને મંજૂરી મળી શકે છે. તેમણે કહ્યું કે તેમની કંપની WHOને તમામ ડેટા સોંપ્યો છે. રિપોર્ટ્સ મુજબ ભારત બાયોટેકે WHOમાં 9 જુલાઈ સુધી ડેટા સબમિટ કરી દીધો હતો. ગ્લોબલ સંસ્થાને વેક્સીનનો રિવ્યૂ કરવામાં લગભગ 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. એકવાર WHO વેક્સિન ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપે તે પછી કોવેક્સિન લેનારા કોઈ અનિવાર્ય ક્વોરન્ટીન વગર વિદેશ યાત્રા કરી શકે છે.

આ પણ વાંચો ;Gandhinagar /  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબાએ મતદાન કર્યું