Not Set/ ભરૂચ: 1 કરોડ રૂપિયાની કિંમતના 600 કિલો ગાંજો સાથે 5 પકડાયા, એક મહિલાનો પણ સમાવેશ

અમદાવાદ એનસીબીની ટીમે  ભરૂચ નજીકથી 600 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. શનિવારે બાતમીના આધારે નર્મદા ચોકડી પાસેથી એક ટ્રકને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા ટ્રકમાંથી આશરે 600 કિલો ગાંજો મળી આવ્યો.. જેની કિંમત 1 કરોડ કરતા વધારે થઈ રહી છે. પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરની અટકાયત કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. […]

Top Stories Gujarat Trending
vadodara doctor 2 ભરૂચ: 1 કરોડ રૂપિયાની કિંમતના 600 કિલો ગાંજો સાથે 5 પકડાયા, એક મહિલાનો પણ સમાવેશ

અમદાવાદ એનસીબીની ટીમે  ભરૂચ નજીકથી 600 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. શનિવારે બાતમીના આધારે નર્મદા ચોકડી પાસેથી એક ટ્રકને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા ટ્રકમાંથી આશરે 600 કિલો ગાંજો મળી આવ્યો..

જેની કિંમત 1 કરોડ કરતા વધારે થઈ રહી છે. પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરની અટકાયત કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગાંજાની હેરાફેરીમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તો 4 આરોપી પૈકી 2 યુપીના, 1 સુરતનો અને ભરૂચનો હોવાનુ સામે આવ્યું છે. પોલીસે 1 ટ્રક, 1 કાર અને 2 ટુ વિહલર પણ કબજે કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારેના સમયે ભરૂચની નર્મદા ચોકડી પાસેથી મોટી માત્રામાં ગાંજો ભરેલી ટ્રક પસાર થવાની છે તેવી એનસીબીને બાતમી મળી હતી. જેના આધારે એનસીબીની ટીમે સ્થળ ઉપર વોચ રાખી રહી હતી.

જ્યારે ટ્રક નર્મદા ચોકડી પાસેથી પસાર થઇ ત્યારે એનસીબીની ટીમે ટ્રકને અટકાવી અને તપાસ કરી હતી. ટ્રકની તપાસ કરતા ટ્રકમાં 600 કિલો ગાંજો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગાંજો જપ્ત કરીને  ચાર લોકોની પણ અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ આ ગાંજો ભરેલી ટ્રક ઉત્તર પ્રદેશથી આવી રહી હતી. ગુજરાતમાં આ ગાંજો કઇ જગ્યાએ પહોંચાડવાનો હતો એ અંગે પોલીસે તપાસ હાથધરી છે.